ખાનગી સ્કૂલોમાં ફી વધારો પરત ખેંચવા સહિતની માંગ

ખાનગી સ્કૂલોમાં ફી વધારો પરત ખેંચવા સહિતની માંગ
ખાનગી સ્કૂલોમાં ફી વધારો પરત ખેંચવા સહિતની માંગ
શહેર ‘આમ આદમી પાર્ટી’ દ્વારા આજે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યું છે કે, શિક્ષણએ 21મી સદીનું સૌથી જરૂરી અંગ છે. શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા જ વ્યક્તિ, સમાજ, રાજ્ય કે દેશનો વિકાસ કરી શકાય છે. અત્યંત દુ:ખ સાથે કહેવું પડે છે કે, ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઇ રહ્યો છે. ખાનગી શાળાઓની મનમાની સામે ગુજરાતનો વાલી લુંટાઈ રહ્યો છે. તેવો આક્ષેપ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપનારી પાર્ટી છે. તેમ જણાવીને વધુમાં ઉમેર્યુ છે કે, દિલ્લી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળાનાં ફિ વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મુક્યો છે. આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બુટ-મોજા ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક્ક મળવો જોઈએ.

કોરોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે. બીજી બાજુ મોંઘવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે એવા સમયે પૈસાના અભાવે ગુજરાતનાં બાળકોનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતનાં વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત છે કે , (1) પ્રાઈવેટ સ્કૂલોમાં ફિ વધારો પાછો ખેંચવામાં આવે,

Read About Weather here

(2) ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે, (3) યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, બુટ-મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે, (4) પ્રાઇવેટ સ્કુલના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે. તથા (5) ફી નિર્ધારણ કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે, એવી માંગણી છે. ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને વિશ્વાસનું નેતૃત્વ કરતા પક્ષ તરીકે જનતા વતી આમ આદમી પાર્ટી માંગણીઓ કરે છે. જે માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here