ખાનગી કોવિડ હોસ્પિટલ સંચાલકોની જાળમાં તંત્ર ફસાય નહીં

27
private-hospital-કોવિડ
private-hospital-કોવિડ

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં બંધ પડેલી કોવિડ હોસ્પિટલો ફરી શરૂ કરાવતા પહેલા સાવધાની જરૂરી

ફરી શરૂ કરતા પહેલા ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સાધનોની સુસજ્જતા હોવી જરૂરી, જો જરા સરખી બેદરકારી રખાશે તો વધુ એક અગ્નીકાંડ સર્જાય શકે છે, તંત્ર સાબદુ રહે

પહેલા ફાયર એનઓસી લાવો એ પછી સારવાર શરૂ કરવાની ખુલે આમ નિર્લજ્જતા, જો પુરતી સુરક્ષા ચકાસણી વિના ઉતાવળમાં એનઓસી આપી દેવાય તો ગંભીર પરીણામો

રાજકોટમાં કોરોનાના બીજી લહેરનો સંકેત આપતા નવા કેસોની સંખ્યામાં દીન પ્રતી દીન ઉછાળો નોંધાઇ રહયો છે અને લાંબા સમય બાદ કેસોની સંખ્યા સદીની સપાટી પાર કરી જતી આપણે જોઇ રહયા છીએ.

જેના કારણે મનપા, આરોગ્ય તંત્ર અને જિલ્લા પ્રસાસન કોરોનાના બેકાબુ સંક્રમણને કાબુમાં લેવા માટે ભરચક પ્રયાસો કરી રહયા છે. પથારીઓ વધારવાનો વ્યાયામ ચાલી રહયો છે. નવી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરાવવાનું આયોજન પણ થઇ રહયું છે. દરમ્યાન રાજકોટ શહેરમાં કોરોના કાળમાં ઉભી કરાયેલી ખાનગી કોવિડ હોસ્પિટલ પણ ફરી શરૂ કરાવવા માટે તંત્ર વેતરણ કરી રહયું છે.

પરંતુ ખાનગી કોવિડ સારવાર કેન્દ્રોના હઠાગ્રહ અને અનૈતીક માંગણીને કારણે ખાનગી હોસ્5િટલો શરૂ કરવાનું કાર્ય દુષકર બન્યું છે એમની માંગણી એવી છે કે, પહેલા ફાયર એનઓસી આપો એ પછી જ ખાનગી હોસ્પિટલના સંચાલકો કોવિડ સારવાર કેન્દ્ર શરૂ કરશે. આવી માંગણીનો સ્વીકાર કરતા પહેલા પ્રસાસને સો ગરણે ગળીને પાણી પીવુ પડે કેમ કે, ખાનગી હોસ્પિટલમાં સર્જાયેલા ભયાનક અગ્નીકાંડની ઘટના બન્યાને બહુ ઝાઝો સમય પસાર થયો નથી.

એ ઘટનાની કડવી યાદો હજી રાજકોટવાસીઓના મનમાં તાજી છે અને ભુલાઇ નથી. એટલે ખાનગી હોસ્પિટલ જો ફરીથી મન માની કરવાના મુડમાં હોય તો તંત્ર દ્વારા બીલકુલ સહન કરવું જોઇએ નહીં અને આવી બેહુદી માંગણીઓનો સ્વીકાર કરવો જોઇએ નહીં.

રાજકોટમાં કોરોનાનો પહેલો વહેવ પરાકાષ્ઠાએ હતો ત્યારે સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને સમાવવાની જગ્યા રહી ન હોતી તેથી નાછુટકે કેટલીક ખાનગી હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી. જેના કારણે પ્રારંભી દિવસોમાં એટલે કે કોરોના વેવ વખતે અધરી સુરક્ષા જેવા કેટલાક મહત્વના નીતી નિયમોને નજર અંદાજ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલોનું નિરિક્ષણ કર્યા વિના ફાયર એનઓસી પણ આપી દેવાયા હતા.

તો અમુક આવી હોસ્પિટલોએ એ કાળમાં એનઓસી લેવાની દરકાર પણ કરી ન હોતી. જેના પરીણામે ભયનાક અગ્ની હોનારત થઇ અને રાજકોટની આવી એક ખાનગી હોસ્5િટલમાં વેન્ટીલેટર સ્પાકમાંથી હોસ્પિટલનો ખાસ કોવિડ વોર્ડ અગન ગોળો બની ગયો હતો અને 6 કોરોના દર્દીઓ જીવતા ભથ્થુ થઇ ગયા હતા. એ ઘટના પછી તો રાજકોટથી ગાંધીનગર સુધી તપાસનો ધમધમાટ થયો હતો. સરકાર દ્વારા અનેક પ્રકારના કડક આદેશો બહાર પાડવામાં આવ્યા હતા. નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને સખ્ત અમલ કરવાની રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને તાકિદ ઉપર તાકિદ કરવામાં આવતી હતી.

જોકે હંમેશા બને છે તેમ બધુ દળી દળીને ઠાંકણીમાં જેવો તાલ સર્જાયો હતો. મનપાના ફાયર એન્ડ સેફટી વિભાગ દ્વારા અગ્નીકાંડ પછીના મહિનાઓમાં જયારે જયારે ચેકિંગ કરવામાં આવતું હતું ત્યારે સરકારી અને ખાનગી ઇમારતોમાં ફાયર સેફટી અંગેની બેદરકારી બીન આંખે વળગે એવી રીતે સામે આવતી હતી અને ફાયર વિભાગ પણ ચોકી જતો હતો. આવી અનેક સરકારી ઇમારો અને ખાનગી બિલ્ડીંગના સંચાલકોને તાજેતરમાં 6 ડઝનથી વધુ નોટીશો અત્યાર સુધી ફટકારવામાં આવી છે.

પણ જયારે ચેકિંગ થાય છે ત્યારે એવા જાહેર સ્થળોને શાળાઓમાં સુધ્ધા અને સુરક્ષાનો અભાવ દેખાઇ આવે છે. કયાંક સાધનો હોય છે તો તે એકસ્પાઇરી ડેટના હોવાનું બહાર આવે છે. કયાંક સાધનો હોતા જ નથી છતાં એવા સંચાલકો પાસે રહસ્યમય રીતે ફાયર એનઓસી આવી ગઇ હોય છે. રાજકોટમાં અગ્ની સુરક્ષાના મામલે જોઇએ તેવી જાગૃતિ આવી નથી. એ કમ નસીબી છે. તંત્ર અવાર નવાર ડારો આપે છે, દરોડા પાડે છે, નોટીશો ફટકારે છે પરંતુ એનાથી વિશેષ કશુ આગળ થતું નથી.

આપણે ફરી 2020 જેવી કોરોના પરિસ્થિતિ તરફ બહુ ઝડપથી આગળ વધી રહયા છીએ. એ હકીકતનો સ્વીકાર ન કરીએ તો વાસ્તવીકતાથી મોઢુ ફેરવી જવા જેવું બની રહેશે. તંત્ર કોઇ પણ ભોગે સંક્રમણ રોકવા માંગે છે. એટલે મનપા અને જિલ્લા વહીવટી તંત્રને શકય એટલો સહકાર આપવાની રાજકોટના દરેક નાગરીકો, દરેક સંસ્થાઓ, સરકારી ઇમારતોના કરતા હરતાઓ, શાળા-કોલેજના સંચાલકો અને ખાનગી હોસ્પિટલના સંચાલકોની જવાબદારી બની રહે છે. પરંતુ રાજકોટમાં કેટલીક ખાનગી હોસ્પિટલોનું વલણ જોઇને. રાજકોટવાસીઓને આધાત લાગ્યો છે.

સરકારના આદેશથી કેટલીક ખાનગી હોસ્પિટલોમાં જયાં અગાઉ કોરોના દર્દીઓને સારવાર અપાતી હતી એ જ હોસ્પિટલોમાં ફરીથી કોરોના દર્દીઓના બેડ ઉભા કરવાનો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ હોસ્પિટલના સંચાલકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે એ સંચાલકોએ પોતાની સામાજીક અને મેડીકલ જવાબદારી ધ્યાનમાં લેવાને બદલે વહીવટી તંત્ર પાસે એવી માંગણી મુકી છે કે, પહેલા અમને ફાયર એનઓસી આપો એ પછી જ કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરવામાં આવશે.

આ માંગણી કરતી વખતે ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ અગ્ની સુરક્ષાના પર્યાપ્ત સાધનો વસાવી લેવા બાબતમાં કે અગ્ની સુરક્ષા અંગે મહતમ પગલા લેવા અંગે ખાત્રીનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી તેવુ માહિતગાર સુત્રો માથી જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર આવી માંગણીને વશ ન થાય તો એ જન હિતમાં રહેશે. નહીંતર બીજા અગ્ની હોનારત કાંડનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. રાજય સરકારે રાજકોટના હોસ્પિટલ અગ્નીકાંડ બાદ સ્પષ્ટ આદેશો આપ્યા છે કે, કોવિડ હોસ્પિટલને મંજુરી અપાઇ એ પહેલા અગ્ની સુરક્ષાના તમામ સાધનો વસાવી લેવાનુું ફરજીયાત રહેશે અને એ સુનિશ્ર્ચિત કરવાની જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની રહેશે.

ફાયર સાધનો ઉપરાંત કોવિડ વોર્ડમાં એસકેપ રૂટ છે કે નહીં, લીફટ છે કે દાદરા છે, બચાવ માટે નીકળી જવાની જગ્યા પુરતી અને મોકળી છે કે નહીં એ તમામ વ્યવસ્થા રાખવાનું ખાનગી કોવિડ હોસ્પિટલ માટે ફરજીયાત છે. પરંતુ રાજકોટની આવી કેટલીક ખાનગી કોવિડ હોસ્પિટલો માત્ર ફાયર એનઓસી માંગીને તમામ પ્રકારની જવાબદારી માંથી હાથ ઉચ્ચા લેવા માંગતી હોય તેવું લાગે છે. આવી કોઇ જાળમાં તંત્ર ફસાઇ નહીં એ જોવાની તંત્રની ફરજ બની રહેશે.

જો ખાનગી હોસ્પિટલો કોવિડ દર્દીઓની સારવાર પુરી સુરક્ષા સાથે કરવા માટે સજ્જ હોય તો જ મંજુરી આપવી જોઇએ. નહીંતર સ્થાનિક તંત્ર મનપા કે કલેકટર તંત્ર પાસે ધણી સરકારી ઇમારતો અને સરકારી હોસ્પિટલો પણ છે. તેમા પર્યાપ્ત સુરક્ષા સાથે કોવિડના વોર્ડ ઉભા કરી શકાય તેમ છે. એ દિશામાં તંત્ર વહેલી તકે પગલા લેશે એવી શહેરીજનોને આશા છે.

સુરક્ષાના પર્યાપ્ત સાધનો વસાવી લેવા બાબતમાં કે અગ્ની સુરક્ષા અંગે મહતમ પગલા લેવા અંગે ખાત્રીનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી તેવુ માહિતગાર સુત્રો માથી જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર આવી માંગણીને વશ ન થાય તો એ જન હિતમાં રહેશે. નહીંતર બીજા અગ્ની હોનારત કાંડનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. રાજય સરકારે રાજકોટના હોસ્પિટલ અગ્નીકાંડ બાદ સ્પષ્ટ આદેશો આપ્યા છે કે, કોવિડ હોસ્પિટલને મંજુરી અપાઇ એ પહેલા અગ્ની સુરક્ષાના તમામ સાધનો વસાવી લેવાનુું ફરજીયાત રહેશે અને એ સુનિશ્ર્ચિત કરવાની જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની રહેશે.

Read About Weather here

ફાયર સાધનો ઉપરાંત કોવિડ વોર્ડમાં એસકેપ રૂટ છે કે નહીં, લીફટ છે કે દાદરા છે, બચાવ માટે નીકળી જવાની જગ્યા પુરતી અને મોકળી છે કે નહીં એ તમામ વ્યવસ્થા રાખવાનું ખાનગી કોવિડ હોસ્પિટલ માટે ફરજીયાત છે. પરંતુ રાજકોટની આવી કેટલીક ખાનગી કોવિડ હોસ્પિટલો માત્ર ફાયર એનઓસી માંગીને તમામ પ્રકારની જવાબદારી માંથી હાથ ઉચ્ચા લેવા માંગતી હોય તેવું લાગે છે. આવી કોઇ જાળમાં તંત્ર ફસાઇ નહીં એ જોવાની તંત્રની ફરજ બની રહેશે.

જો ખાનગી હોસ્પિટલો કોવિડ દર્દીઓની સારવાર પુરી સુરક્ષા સાથે કરવા માટે સજ્જ હોય તો જ મંજુરી આપવી જોઇએ. નહીંતર સ્થાનિક તંત્ર મનપા કે કલેકટર તંત્ર પાસે ધણી સરકારી ઇમારતો અને સરકારી હોસ્પિટલો પણ છે. તેમા પર્યાપ્ત સુરક્ષા સાથે કોવિડના વોર્ડ ઉભા કરી શકાય તેમ છે. એ દિશામાં તંત્ર વહેલી તકે પગલા લેશે એવી શહેરીજનોને આશા છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here