ખાદ્ય પદાર્થો પર એકસપાઇરી ડેઇટ અથવા બેસ્‍ટ બિફોર લખવુ ફરજિયાત… !!

ખાદ્ય પદાર્થો પર એકસપાઇરી ડેઇટ અથવા બેસ્‍ટ બિફોર લખવુ ફરજિયાત... !!
ખાદ્ય પદાર્થો પર એકસપાઇરી ડેઇટ અથવા બેસ્‍ટ બિફોર લખવુ ફરજિયાત... !!

અગર આપ ગ્રાહક કી સુનેંગે તો ગ્રાહક આપકો હી ચૂનેંગે

સરકાર ‘નજર’ રાખશે

 રાજયમાં દિવસે ને દિવસે વાસી કે અખાદ્ય પદાર્થોના વેચાણ દ્વારા જનઆરોગ્‍ય જોખમાવાની ફરીયાદોના પગલે સરકારે ગ્રાહક સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને આરોગ્‍યને લગતા કાયદાઓનો ઉપયોગ કરીને દરોડા પાડવાનું નકકી કર્યાનું જાણવા મળે છે.

તેમજ વેપારીઓ દ્વારા ઉત્‍પાદિત વસ્‍તુઓના વેચાણ વખતે વસ્‍તુઓ પર બેસ્‍ટ બિફોર અથવા એકસપાઇરી ડેઇટ લખવી ફરજીયાત છે. સરકાર ગ્રાહકોના આ અધિકાર બાબતે જાગૃતિ વધારવાના પ્રયાસો કરી રહી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

મોટાભાગની મીઠાઇઓ, દૂધની બનાવટો, બેકરી આઇટમ વગેરે આ શ્રેણીમાં આવી શકે છે. જો સદરહુ વસ્‍તુની આવરદા ૭ દિવસથી ઓછી હોય તો બેસ્‍ટ બિફોર લખીને ચોકકસ સમયગાળો દર્શાવવો જરૂરી છે. પોતે ખરીદેલી વસ્‍તુ કયાં સુધી ઉપયોગ લાયક ગણાશે ? તે જાણવાનો ગ્રાહકને અધિકાર છે.

વેચાણ અર્થે મૂકાયેલ ખાદ્ય પદાર્થની આવરદા ૭ દિવસથી ઓછી હોય તો એકસાઇરી ડેઇટ બતાવવી જરૂરી છે.

કઇ તારીખ પહેલા તેનો ઉપયોગ થઇ જવો જોઇએ તેની ગ્રાહકને જાણકારી આપવી જરૂરી છે. જો આવી વસ્‍તુ પેકીંગમાં આપવાની હોય તો પેકીંગ પર ઉપયોગ લાયકની આખરી તારીખ દર્શાવવી પડે.

વસ્‍તુ પડીકામાં કે કોઇ પાત્રમાં આપવાની હોય તો ડીસ્‍પ્‍લેમાં તેની ‘યુઝ બાય ડેઇટ’ એટલે કે ખાવાલાયક મુદતની સમાપ્તીની તારીખ દર્શાવવી ફરજિયાત છે.

Read About Weather here

સેઇફ લાઇફ પીરીયડ બાદ ખાદ્ય પદાર્થ આરોગવો તંદુરસ્‍તી માટે જોખમી બની શકે છે. આ નિયમનો ભંગ કરનાર વેપારી સામે કાયદાકીય કાર્યવાહીની તલવાર લટકતી રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here