‘ખાડા બુરો’ અભિયાન

‘ખાડા બુરો’ અભિયાન
‘ખાડા બુરો’ અભિયાન

મહાનગરપાલિકાની મોન્સુનની નિષ્ફળ કામગીરી સામે શહેર કોંગ્રેસ દ્વારા
મેયર અને મ્યુ.કમિશનરને ખુલ્લી ચેલેન્જ-‘આવો અમારી સાથે, તમને ખાડા દેખાડીએ’: અશોક ડાંગર, ઓર્થોપેડિક હોસ્પિટલોમાં મણકાના દુ:ખાવાની લાઇનો લાગી: કોંગ્રેસ
રાજકોટમાં વરસાદનાં ધમધોકાર આગમનને પગલે રસ્તાઓની દશા એકદમ બગડી જવા પામી છે. શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા જ ખાડા નજરે પડે છે. રાજકોટનાં માર્ગોની અવદશા વિશે અમે નથી કહેતા પણ તેની તસ્વીરો જ દયાજનક હાલતની સાક્ષી આપી રહી છે. ખાડા માર્ગોની આ તસ્વીરો આજે સોમવારે જ કેમેરાની કીકીમાં અમારા તસ્વીરકારે કંડારી છે.(2.12)
શહેરમાં ‘ખાડા બુરો’ અભિયાનમાં શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે.(સૌરાષ્ટ્ર ક્રાંતી

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાન માં વોર્ડ નં.7ના કોંગ્રેસનાં કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ દ્વારા આજે કરણસિંહજી ચોક થી લાખાજીરાજ લાયબ્રેરી – કવી નાનાલાલ મેઈન રોડ પરના કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં મેઘરાજાએ મહેરબાની કરી છે અને સમગ્ર શહેરના પીવાના પાણીનો પ્રશ્ર્નનો ફક્ત 24 કલાકમાં જ ઉકેલ આપેલ છે ત્યારે મહાનગરપાલિકા ના તંત્રએ કામગીરી કરવાની થતી હોય

તે પ્રમાણે જોઈએ તો શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફક્ત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. ફક્ત એક જ વરસાદમાં શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયેલ છે

ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડેલ હોવાનો આક્ષેપ કર્યો છે.

શહેરમાં ખાડા ખબડા પડેલ હોય વરસાદ થયા ના આજે 17 દિવસ જેવો સમય વિતી જવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ ખાડા બુરવા નીકળેલ છે.

શહેરના રાજમાર્ગો , મુખ્ય રસ્તાઓ સહિતના બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડા ના રસ્તાઓ પણ સારા હોઈ. ખરાબ રસ્તા ના કારણે લોકો સ્લીપ થઈ જાઈ છે ફેકચર થઈ જાય છે

ત્યારે ઓર્થોપેડિક હોસ્પિટલોમાં મણકા ના દુ:ખાવાની લાઈનો લાગી છે.શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર ના મુખ્ય માર્ગ કરણસિંહજી ચોક થી લાખાજીરાજ લાયબ્રેરી તરફ જતા રસ્તા પરના ખાડામાં રેતી અને કપચી નાખી ને બુરવામાં આવ્યા હતા

જેથી આ ઘોર નિંદ્રા માં સુતેલું મહાનગરપાલિકા તંત્ર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ જાગે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના ખાડા બુરો અભિયાન માં શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર,

શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ આગેવાન જશવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂત,

એસ.સી. વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, વોર્ડ નં.7 પ્રમુખ કેતનભાઈ જરીયા, ગોપાલભાઈ બોરાણા, પ્રતિક રાઠોડ, નારાયણભાઈ હીરપરા, સુરેશભાઈ ગરૈયા, સહિતના

Read About Weather here

કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી ખાડા બુરો અભિયાન વોર્ડ નં.7 ખાતે કરવામાં આવેલ હતું તેવું રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.(1.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here