ખાખી વર્દીવાળાઓએ કર્યો રેપ…!

ખાખી વર્દીવાળાઓએ કર્યો રેપ…!
ખાખી વર્દીવાળાઓએ કર્યો રેપ…!
ત્રણેયને પોલીસે પકડી લીધા છે. મામલો સામે આવ્યા બાદ રેવાડીના SP રાજેશ કુમારે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. હોમગાર્ડ વિરૂદ્ધ કાર્યવાહી માટે વિભાગને પત્ર મોકલી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

હરિયાણાના રેવાડી શહેરમાં પશ્ચિમ બંગાળની બે યુવતીઓની ઘરમાંથી પોલીસની ગાડીમાં લઈ જઈને રેપ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં રેવાડીના મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડની સહિત વધુ એક શખ્સ વિરૂદ્ધ કેસ દાખલ કરાયો છે.

જો કે સેવા, સુરક્ષા અને સહયોગનું સૂત્ર પોકારનારી હરિયાણા પોલીસે પોતાના જ સ્ટાફના લોકો પર રેપનો આરોપ 18 કલાક સુધી દબાવી રાખ્યો હતો. ઘટના ગુરૂવારની રાત્રે 10 વાગ્યાની છે, પરંતુ મામલો શુક્રવારે સાંજે સામે આવ્યો.

જાણકારી મુજબ પશ્ચિમ બંગાળની બે યુવતીઓ રેવાડીના સ્પા સેન્ટરમાં કામ કરે છે. બંને હુડા બાઈપાસ નજીક એક ટાઉનશિપમાં રૂમ ભાડે રાખીને રહે છે.

આરોપ છે કે ગુરુવારે રાત્રે પોલીસની ગાડીમાં રેવાડીના મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ અનિલ, હોમગાર્ડ જિતેન્દ્ર અને ધર્મેન્દ્ર નામની એક વ્યક્તિએ બંને યુવતીઓના રૂમમાં પહોંચીને અને તેઓને પોતાની સાથે બેસાડીને લઈ ગયા.

રસ્તામાં ત્રણેયએ યુવતીઓને એક મિત્રની પ્રાઈવેટ ગાડીમાં શિફ્ટ કરી અને શહેરની એક હોટલમાં લઈ ગયા. જ્યાં ત્રણેયએ બંને યુવતીઓ પર રેપ કર્યો.

રેપ જેવા ગંભીર ગુનામાં પોલીસવાળા સામેલ હોવાના સમાચારથી રેવાડી પોલીસ આ કેસ સાથે જોડાયેલી વધુ જાણકારીઓ આપવા તૈયાર ન હતી.

હાલ એટલું જ જાણવામાં આવ્યું છે કે બંને યુવતીઓની ફરિયાદના આધારે મોડી રાત્રે જ રેવાડી મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ત્રણેયની ધરપકડ પણ કરવામાં આવી છે. ઘટનામાં પોલીસની જિપ્સી અને એક સ્કોર્પિયોનો ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે કે દુષ્કર્મની આ ઘટનામાં શું અન્ય કોઈ પણ સામેલ છે કે નહીં? શનિવારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Read About Weather here

રેવાડીના DSP મોહમ્મદ જમાલ ખાને જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ત્રીજા રૂમના સાથી પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here