વીડિયોમાં આ મહિલા પોતાના 9 મહિનાના બાળકને ક્રુરતાથી માર મારતી જોવા મળે છે. તેને ઉઠાવી ઉઠાવીને ફેંકી રહી હતી અને બાળક સતત રડી રહ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે સાંબા જિલ્લાની એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે, જેના આધારે તેની ધરપકડ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ વીડિયો એટલો ભયાનક છે કે તેને જોઈને ભલભલાની રુંવાડા ઊભા થઈ જશે.45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. મહિલા તેને ચુપ કરાવે છે, પરંતુ તે ચુપ નથી થતો. જેને કારણે મહિલા તેને ક્રુરતાપૂર્વક માર મારે છે. તેના ચહેરા પર તમાચા પણ મારે છે. તેને ઉપાડી ઉપાડીને એક વખત નહીં પણ ત્રણ વખત પછાડે છે. તેની સામે બીજી એક મહિલા પણ બેઠેલી જોવા મળી છે, જે પણ તેને અટકાવતી નથી.
Read About Weather here
વીડિયો બનાવનાર વ્યક્તિ પણ રૂમમાં જ બેઠો છે, જે આ ક્રુર મહિલાનો નજીકનો જ છે. પોલીસે વાયરલ વીડિયોને સાચો છે કે નહીં તે અંગે ખરાઈ કર્યા બાદ આરોપી મહિલાની ધરપકડ કરી છે બાળકને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ છે, અને પ્રતિક્રિયા વ્યક્ત કરતા આરોપી મહિલાની ધરપકડની માગ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here