ક્રિમ બ્રાંચમાં “પ્રમાણિકતાનું બ્યુગલ ફૂંકતા પી.એસ.આઈ ની ટીમનું કારસ્તાન…!

17
CRIME-BRANCH-બ્રાંચ
CRIME-BRANCH-બ્રાંચ

Subscribe Saurashtra Kranti here.

ક્રાઈમ બ્રાંચની ટીમે હાથ ધરેલા ઓપરેશનમાં 15 બોટલ દારૂ મળ્યો

ક્રાઈમ બ્રાંચનાં પ્રામાણિકતાનું બ્યુગલ ફુકતા એક પી.એસ.આઈ

ગંજીવાડામાં વિધવા મહિલાના ઘરે “ભગવાનના નામધારી પોલીસમેન સહિતની ટીમ ત્રાટકી : બપોરના અઢી

વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ઓપરેશન હાથ ધરી મકાનમાં તોડફોડ કરી : 14બોટલ દારૂ મળતા કેસ ન કરવાના રૂ. 5 લાખમાં સેટિંગ કર્યાની ચર્ચા

ગાંધીના ગુજરાતમાં આમતો દારૂબંધી છે છતાં છડે ચોક દારૂનો વેપલો ચાલતો હોવાથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વારંવાર દારૂની બદીને નાબુદ કરવા હાઈ-વે રાખી દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવે છે. શખ્સે સાથે કેટલાક પોલીસને બુટલેગરને પકડી મસમોટા સેટિંગ કરી ઘી કેળા જેવી મલાઈ તારવી લેતા હોવાના કિસ્સા પણ ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચર્ચામાં વિષય બન્યો છે. ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા અને અગાઉ શહેરની મધ્યમાં ફરજ બજાવી ચુકેલા અને પોતે પ્રામાણિક હોવાનું બ્યુગલ ફુકતા એક પી.એસ.આઈ ની ટીમે મસમોટા કારસ્તાન કર્યું હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

ક્રાઈમ બ્રાંચનાં પ્રામાણિકતાનું બ્યુગલ ફુકતા એક પી.એસ.આઈ ની નીચે કામ કરતી ટીમના ભગવાનના નામધારી પોલીસમેન સહિતની ટીમના કેટલાક પોલીસમેન દ્વારા પાંચ દિવસ પહેલા ભાવનગર રોડપર આવેલા ગંજીવાડા મેઈન રોડ પર રહેતી એક વિધવા મહિલા વર્ષોથી દારૂ વેચતી હોય ત્યાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હોય કે ન મળી હોય પણ પોલીસને દ્રઢ વિશ્ર્વાસ હોય તેમ હંસા ભગવાનજી નામની મહિલાના ઘરે બપોરના અઢી વાગ્યે ક્રાઈમ બ્રાંચની આ પ્રમાણિકતાની મિસાલ આપતી ટીમ ત્રાટકી હતી.

પોલીસે ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બાબતના ટાંકા, બીજી અન્ય જગ્યા તથા બાથરૂમ સહિતની જગ્યા પર સર્ચ કરી તોડફોડ કરી નાખી નુકશાન કર્યું હતું. સાંજના આઠ વાગ્યા સુધી ક્રાઈમ બ્રાંચની ટીમે હાથ ધરેલા ઓપરેશનમાં 15 બોટલ દારૂ મળ્યો એટલે શેર માર્યો હોય તેવા તેવર દેખાડવાનું પોલીસે શરૂ કર્યું પરંતુ મહિલા વિધવા હોય અને રાત્રીના તેને લઇ જવામાં પોલીસની ટીમને ક્રાઈમ નવા જુનીના એંધાણ વર્તાતા તેવો લાગતા-વળગતા સ્થાનિક સક્રિય પોલીસે એમનો સંપર્ક કર્યો હતો. સમયના ચક્રને માન આપી પોલીસની ટીમે મહિલા બુટલેગર સાથે પાંચ લાખમાં સેટિંગ કર્યું હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

Read About Weather here

ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં ગયા બાદ કાઈ બન્યું ન હોય તેઓ ઘાટ સર્જાયો હતો. પરંતુ જો ઉચ્ચ અધિકારીઓને આ પ્રકરણમાં કાયદાકીય પગલા ભરવાની તસ્દી લેવી હોયતો ગંજીવાડા મેઈન રોડપર રહેણાંક મકાન અને દુકાનમાં લગાવેલા ખાનગી સી.સી.ટીવી ફુટેજ મેળવો તો નવાજી થાય તેવું જાણવા મળ્યું છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here