ક્રિકેટરની નવી ઇનિંગ…!

ક્રિકેટરની નવી ઇનિંગ...!
ક્રિકેટરની નવી ઇનિંગ...!
ધોની હવે ક્રિકેટર જ નહીં પણ એક્ટર તરીકે જોવા મળશે. મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માત્ર દેશ જ નહીં પણ દુનિયાભરમાં છે. ઘણા સમયથી ફેન્સ ધોનીને યાદ કરી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર હવે તેના કરિયરની નવી ઇનિંગ રમવા માટે એકદમ તૈયાર છે.  ગ્રાફિક નોવેલ ‘અથર્વ: ધ ઓરિજિન’માં ધોનીનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધોનીની વાહ-વાહ થઈ રહી છે.રાઈટર રમેશ થમિલમણીની બુક પરથી આ ગ્રાફિક નોવેલ બની રહી છે.
ક્રિકેટરની નવી ઇનિંગ...! ક્રિકેટર

Visit Saurashtra Kranti Homepage here

18 કલાકમાં આ નોવેલનું ટ્રેલર 80 હજારથી પણ વધારે લોકોએ જોયું છે. આ માઈથોલોજિકલ સાયન્સ ફિક્શન સિરીઝમાં ક્રિકેટરનો કઈક અલગ જ અંદાજ જોવા મળશે. ટ્રેલરમાં ધોનીનો એનિમેટેડ અવતાર છે. તેનું કેરેક્ટર રાક્ષસની સેના સામે લડી રહ્યું છે. આ ગ્રાફિક નોવેલનું નિર્માણ વિર્ઝું સ્ટુડિયો અને MIDAS ડીલ્સે પ્રાઇવેટ લિમિટેડે સાથે મળીને બનાવ્યું છે.અથર્વ ગ્રાફિક નોવેલની જાહેરાત વર્ષ 2020માં થઈ હતી. આ વિશે ધોનીએ કહ્યું કે હું આ પ્રોજેક્ટ સાથે જોડાઇને ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.

Read About Weather here

‘અથર્વઃ ધ ઓરિજિન’ એક આકર્ષક નોવેલ છે જેની વાર્તા ખૂબ એન્ગેજિંગ છે. જેમાં શાનદાર આર્ટવર્ક કર્યું છે. લેખક રમેશ થમિલમણીએ ભારતની પ્રથમ પૌરાણિક સુપરહીરો નોવેલને પણ કન્ટેમ્પરેરી ટ્વિસ્ટ સાથે લોન્ચ કરવાનો પ્રયત્ન કર્યો છે.ધોની એન્ટરટેઈનમેન્ટની મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિકેટરની પત્ની સાક્ષી સિંહ ધોનીએ કહ્યું હતું, આ એક થ્રીલિંગ સિરીઝ છે. બુકમાં માઈથોલોજિકલ સાયન્સ ફિક્શન છે. તેમાં એક રહસ્યમય અઘોરીની સ્ટોરી છે.ક્રિકેટર ધોની આ નોવેલને લઇને ખૂબ એક્સાઇટેડ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here