પોલીસ હવાતિયાં મારતી રહી; પગમાં હાથકડી છતાં વાહન ચોર આરોપી મોચીબજાર શાકમાર્કેટ સુધી ભાગી ત્યાંથી બાઈક પર લિફટ લઈ ચુનારાવાડ ચોક ઉતરી ગયો; સાગરીતની પાંચ ચોરાઉ વાહન સાથે અટકાયત
કોઈપણ વ્યક્તિના હાથમાંથી સાબુ સરકી જાય તેમ રાજકોટ ક્રાઇમ બ્રાંચના હાથમાંથી બાઈકચોરીનો આરોપી હથકડી સાથે સરકી જતા શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે.આરોપી ફૂલછાબ ચોકમાંથી નાશી છૂટી મોચીબજાર સુધી નાશી છૂટ્યો ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચની ટિમ ફાંફા મારતી રહી ગઈ હતી. શહેરમાં પાંચ ટુ વ્હીલરની ચોરીમાં સંડોવાયેલા કાળીપાટનો બળદેવ ડાભી ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાંથી ભાગી જતા દોડધામ મચી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ 24 કલાક વીત્યા બળ પણ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસે તેના સાગરીત કે જે કિશોર વયનો છે, તેની અટકાયત કરી હતી.કાળીપાટ ગામેથી બળદેવ ઉપરાંત તેના સાગરીત એવા કિશોરને ક્રાઈમ બ્રાન્ચે શંકાના આધારે ઝડપી લીધો હતો.
આ બંનેએ પુછપરછમાં ખોખડદડ, ટંકારાના હિરાપરા, અક્ષરાતીર્થ આર્કેડ-રના પાર્કિંગમાંથી અને કોઠારીયા ચોકડી પાસેના સ્વાતી પાર્કમાંથી બુલેટ સહિત પાંચ મોટર સાયકલ ચોરીની કબુલાત આપી હતી.
એક દિવસ પૂર્વે રાત્રે ફૂલછાબ ચોકમાં સ્થળની ખરાઈ કરી ક્રાઈમ બ્રાન્ચની ટીમ બળદેવને પોતાની કચેરીએ લઈ આવતી હતી. ત્યારે પારસી અગીયારી ચોકમાં કોઈ કામ પડતા ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ પી.બી.જેબલિયા, હેડ કોન્સ્ટેબલ વિક્રમ ગમારા,ક્રિપાલસિંહ જાડેજા, દેવા ધરજીયાએ પોતાની ગાડી થોભાવી હતી.
આ વખતે તકનો લાભ લઈ બળદેવ પગમાં હાથકડી હોવા છતાં ભાગી ગયો હતો.આ સ્થિતિમાં તે મોચી બજાર શાકમાર્કેટ સુધી દોડતો દોડતો પહોંચ્યો હતો. તેની ક્રાઈમ બ્રાન્ચે આસપાસના સમગ્ર એરીયામાં શોધખોળ કરી હતી. પરંતુ મળ્યો ન હતો.
Read About Weather here
મોચીબજાર શાકમાર્કેટ પાસેથી તે એક યુવકના બાઈકમાં લીફટ લઈ ચુનારાવાડ ચોકમાં ઉતરી ગયો હતો. ત્યારબાદ લીફટ આપનાર યુવકને તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયાની જાણ થતા તત્કાળ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.24 કલાક બાદ પણ અને આજનો આખો દિવસ ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ કરી હતી.
પરંતુ બળદેવ હાથમાં આવ્યો ન હતો. આખરે તેના સાગરીત કિશોરની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે રૂા.2.15 લાખના પાંચ વાહનો કબ્જે કરી તપાસ જારી રાખી છે. ક્રાઇમબ્રાંચના ‘માખણીયા-લપસણા’ હાથોમાંથી આરોપીઓ સરકવા માંડયા! હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here