કોલ્ડ્રિંકસમાં દેશીદારૂ મિક્સ કરી વેચતો શખ્સ ઝડપાયો

કોલ્ડ્રિંકસમાં દેશીદારૂ મિક્સ કરી વેચતો શખ્સ ઝડપાયો
કોલ્ડ્રિંકસમાં દેશીદારૂ મિક્સ કરી વેચતો શખ્સ ઝડપાયો

આટકોટનાં ખારચીયામાં નશાયુક્ત પ્રવાહીનો કારોબારનો પર્દાફાશ
પોલીસે નશાયુક્ત પ્રવાહી ભરેલી રૂ. 1 લાખથી વધુ કિંમતની 1360 બોટલ જપ્ત કરી
પ્લાસ્ટિકની બોટલોમાં તુલસી, સંતરા અને હર્બલ ટોનિક નામના સ્ટીકર લગાવ્યા હતા

જસદણના ખારચીયા ગામની સીમમાં વાલજીભાઇ અનુભાઇ બાંભવાની માલીકીની વાડીમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાતું હોવાની બાતમી મળી હતી. આથી રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ આટકોટના ઙજઈં કે.પી.મેતા તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં નશાયુક્ત પ્રવાહી ભરેલી 1360 બોટલ અને નશાયુકત પ્રવાહી 1120 લીટર કુલ કિંમત 1,80,000નો જથ્થો કબ્જે કર્યો હતો. આ નશાયુક્ત પ્રવાહી બનાવનાર વાલજી બાંભવાને ઝડપી લીધો હતો. વાલજી ફ્રૂટી બીયરનો નોન આલ્કોહોલિક પાવડર પાણીમાં નાખી દેશીદારૂનું મિશ્રણ કરી બોટલ વેચતો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલો વાલજી ફ્રુટી બીયર બનાવવાનો નોન આલ્કોહોલિક પાવડર પાણીમાં નાખતો હતો. ત્યારબાદ આ પ્રવાહીમાં દેશી દારૂનું મિશ્રણ કરી આ નશાયુક્ત પ્રવાહી 500 મી.લી.ની પ્લાસ્ટિકની બોટલોમાં ભરતો હતો.

નશાયુક્ત પ્રવાહી અંગે કોઇને ખબર ન પડે તે માટે આ પ્લાસ્ટિકની બોટલોમાં તુલસી, સંતરા અને હર્બલ ટોનિક નામના સ્ટીકરો લગાવતો હતો.બાદમાં આ નશાયુક્ત પ્રવાહી ભરેલી બોટલો ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સપ્લાય કરતો હતો.

આ પ્લાસ્ટિકની બોટલોમાં 160 રૂપીયાની કિંમત લખેલી છે. પરંતુ તે 100 રૂપિયામાં વેચતો હોવાનું ખુલ્યું છે. ઠંડા પીણાની બોટલોમાં દેશી દારૂનું મિશ્રણ કરી વેચવાના કારસ્તાનમાં પકડાયેલો વાલજી બાંભવા સાથે અન્ય કોઇ શખ્સો સામેલ છે

કે કેમ? તે અંગે પોલીસે 5,30000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્રણ આરોપી ઝડપી લેવા આવ્યા હતા 28 ડ્રમ ચાલીસ લીટર ભરેલા કેરબા ભરેલા 1120 નંગ પ્રવાહી કેફી પ્રવાહી ભરેલી બોટલો નંગ 1360 પકડી પાડી હતી.

ત્રણ આરોપી વાલજી અનુભાઈ બાંભવા, વિશાલ રતાભાઈ ગમારા અને લખમણ મહેશ દેવશીભાઈ ગમારાને ઝડપી લીધા. બહારથી મજુરો રાખી ઠંડા પીણાં, પ્લાસ્ટિક બોટલોમાં નશાયુક્ત પદાર્થોનું મિશ્રણ કરે ફ્લેવર બનાવી

Read About Weather here

તથા સુગંધ માટે એસ એસ નાખી દેશીદારૂનો મિશ્રણ કરી વેચાણ કરે તે પહેલાં આટકોટ પોલીસ દરોડા પાડી ઝડપી લીધા હતા. કાર્યવાહી ચાલુ હતી ત્યારે આટકોટ પોલીસ દરોડો પાડ્યો હતો.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here