મહાનગરપાલિકાની ટી.પી. શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.શહેરના સામાકાંઠે આવેલ સદ્ગુરૂ રણછોડનગર સોસયટીમાં ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા મહાનગરપાલિકાની ટી.પી શાખાને નોટીસ પાઠવવામાં આવી છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મનપાના અધિકારીઓ દ્વારા એક જ રટણ કરવામાં આવી રહ્યું છે કે, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે. કાર્યવાહી કરવામાં આવશે પણ કયારે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે તે અંગે અધિકારીઓએ કાંઇ નહીં બોલવાનું મન મનાવી લીધું છે!
Visit Saurashtra Kranti Homepage here
શ્રી સદ્ગુરૂ રણછોડનગર કો.ઓપ.હાઉસિંગ સોસાયટી લી. વિભાગ-1 દ્વારા નોટીસ આપેલ છે. નોટીસમાં જણાવ્યું છે કે, પ્લોટ નં.24/2 જમીન ચો.મી. 124-12 ઉપર રહેણાંક મકાનનો બાંધકામ પ્લાન તૈયાર કરાવી સોસાયટીની સહિ-સિક્કો કરાવેલ છે. પરંતુ હાલ સ્થાનિકે આપના તરફથી સોસાયટીને આપેલ પ્લાન વિરૂધ્ધ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. તે બાબતે સોસાયટીને દિવસ-7 માં લેખીત ખુલાસો કરશો. ગેરકાયદેસર બાંધકામ કરનારે સોસાયટીને દિવસ-7 માં લેખીતમાં ખુલાસો કર્યો છે કે નહીં, ખુલાસોમાં શું જણાવ્યું છે તે જાણવા મળ્યું નથી.
મનપાની ટી.પી. શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા નોટીસ પાઠવી છતાં કેમ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાતું નથી ? રોડ-રસ્તા, પાણી સફાઇ સહિતના પ્રશ્ર્નો ઉકેલવાને બદલે રાજકોટથી ગાંધીનગર આવન-જાવન કરતા નેતાના છૂપા આર્શિવાદથી કોર્પોરેટરએ ગેરકાયદેસર બાંધકામ નહીં તોડી પાડવા અધિકારીઓને શાનમાં સમજાવી દિધાની ચર્ચાઓ થઇ રહી છે.બાંધકામ ગેરકાયદેસર છે પરંતુ તંત્ર દ્વારા હજુ કોઇ પગલા લેવાયા નથી. રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બાંધકામો અને બાંધકામને લગતી ગેરરીતિઓની છાશવારે લોક ફરિયાદો શહેરનાં અલગ- અલગ ખૂણે આપણા કાને સંભળાતી રહે છે.
એવી પણ ગંભીર ફરિયાદો સંભળાતી હોય છે કે આખેઆખા ગેરકાયદે બિલ્ડીંગ બની ગયા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર નોટીસ આપીને સંતોષનો ઓડકાર ખાઈ લેવામાં આવે છે અને આગળ કોઈ પગલા લેવાતા ન હોવાથી ગેરકાયદે બાંધકામોનું દુષણ વધુને વધુ વકરી રહ્યું છે. લાગતા વળગતા વિભાગના અમુક અધિકારીઓ અને બિલ્ડરો વચ્ચેની નાક નીચે આવા બાંધકામ પ્રસરી રહ્યા હોવાનું કહેવાય છે. તંત્રનું રહસ્યમય મૌન અને આડું જોઈ જવાની વૃતિ પણ આ દુષણ માટે કારણભૂત હોવાનું કહેવાય છે. સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા અને ટીપી અધિકારીની સાંઠગાંઠ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મનપા કમિશનર અને ટીપીના અધિકારીઓ ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં કોઇ એક્શન ન લેતા મામલો કોર્ટ સુધી પહોંચી શકે તેમ છે અને જાગૃત નાગિરક દ્વારા ગેરકાયદે બાંધકામ મુદ્ે પીટીશન દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
આગામી દિવસોમાં જો આ બાંધકામ સામે પીટીશન દાખલ કરાશે તો બાંધકામ કરનાર બિલ્ડર, ટીપીના સામેલ અધિકારીઓ, અને નેતા તથા નજીકના હોદેદારો સહિતના નામ ખુલશે અને તપેલા ચડી જાય તો પણ નવાઇ નહીં.ટીપી શાખા દ્વારા હંમેશા જે કોઈ કાર્યવાહી થાય છે એ મોટાભાગે ગરીબોના ઝુંપડા તોડવાની કાર્યવાહી જ હોય છે. વગદાર યા તો વહીવટ કરવામાં કાબેલ અથવા તો મનપામાં ચોકકસ જગ્યાએ સંપર્કના પ્લગ ભરાવીને ધાર્યું કરાવી શકતા લોકોના બાંધકામો ગમે તેટલા ગેરકાયદે હોય ત્યાં સુધી ટીપી શાખાના કહેવાતા લાંબા હાથ પહોંચતા નથી અને ભૂલેચુકે પહોંચી પણ જાય તો તે લાંબા હાથને પાછા વાળી લેવામાં આવતા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, મોટી વગ ધરાવતા રાજકીય નેતા જ્યાં- જ્યાં મુખ્ય સૂત્રધાર હોય ત્યાંના ગેરકાયદે બાંધકામ તોડવાના ટીપી શાખા આગળ વધતી નથી અને માત્ર કાગળ પર રેકર્ડ રાખવા નોટીસો ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે.
Read About Weather here
એવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે. ઘણીવખત લોકો એવું માનવા લાગ્યા છે કે, શક્તિશાળી ટીપી શાખા ત્રણેય ઝોનમાં ગરીબ અને નબળા વર્ગના ઝુંપડા તોડી પડાય છે પરંતુ મોટા માથાઓના કે રાજકીય વગ ધરાવનારાઓના ગેરકાયદે બાંધકામો તોડવામાં કોઈ આગળની કાર્યવાહી કરાતી નથી. આવા બાંધકામ કરનારાઓ સુધી નોટીસો પહોંચે છે પણ બુલડોઝર પહોંચતા નથી. એ લોકોએ સામાકાંઠે રણછોડનગર સદ્દગુરૂ-2માં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થયા છે અને થઇ રહ્યા છે છતાં નોટીસ સિવાય કોઈ કાર્યવાહી થઇ નથી. ભારે ચર્ચાઓ થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here