કોરોના સામેની જંગમાં ભારતની મહત્વની સફળતા

કોરોના સામેની જંગમાં ભારતની મહત્વની સફળતા
કોરોના સામેની જંગમાં ભારતની મહત્વની સફળતા

ડીએનએ આધારિત વેક્સિન બનાવવામાં ભારત સફળ

સંસદમાં આરોગ્ય મંત્રી માંડવીયાની જાહેરાત    

દેશભરમાં સર્જાયેલી વેક્સિનના ડોઝની તંગી અને વિપક્ષ દ્વારા ટીકા પ્રહારો વચ્ચે કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ રાજય સભામાં મહત્વની ધોષણા કરી હતી કે, ડીએએન આધારીત વેક્સિન તૈયાર કરવાના મામલે ભારત વિશ્ર્વનો પહેલો દેશ બનવાની તૈયારીમાં છે.

Subscribe Saurashtra Kranti here

તેમણે ગૃહમાં ખાત્રી આપી હતી કે, દેશની સંખ્યાબંધ કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન વધારી રહી છે. અન્ય અનેક કંપનીઓને ટેકનોલોજી આપવામાં આવી છે અને એ કંપનીઓ પણ વેક્સિન ઉત્પાદન શરૂ કરશે.

જેનાથી દેશમાં વેક્સિનની તંગી હળવી થઇ જશે.ડીએએન આધારીત વેક્સિનની ધોષણા કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કેડિલા કંપનીએ ડીએએન આધારીત વેક્સિનના ટ્રાયલનો ત્રીજો તબક્કો પુરો કરી લીધો છે

અને ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી માંગી છે. દેશના ડ્રગક્ધટ્રોલ વિભાગની નિષ્ણાંત ટીમ ચકાસણી કરી રહી છે. આ રસી બજારમાં આવતા જ ડીએએન વેક્સિન બનાવતા જ ભારત વિશ્ર્વનો પહેલો દેશ બની જશે.

ઉપરાંત ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેક દ્વારા બાળકોની રસીની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે. આપણે આપણા વૈજ્ઞાનિકો ઉપર ભરોસો મુકવો જોઇએ.
કોરોનાથી થતા મૃત્યુનાં આંક છુપાવવામાં આવ્યાના આક્ષેપ અંગે માંડવીયાએ જણાવ્યું હતું

કે, કોવિડથી થતા મૃત્યુનું રજીસ્ટ્રેશન તો રાજયો કરતા હોય છે. કેન્દ્ર સરકારે કદી કોઇ રાજયને ઓછા આંકડા બતાવવાનું કહયું નથી. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, દેશના કુલ 1573 ઓક્સિજન પ્લાન્ટ પૈકીના 316 પ્લાન્ટ હાલ કાર્યરત છે.

Read About Weather here

ગૃહમાં વિપક્ષના નેતા મલીકાઅર્જુન ખડગે એ એવો આક્ષેપ કર્યો હતો કે, દેશમાં કોરોનાથી 4 થી 5 લાખ લોકોના મૃત્યુ થયાનો સરકારનો આંકડો ખોટો છે. મૃત્યુઆંક 52 લાખથી પણ વધુ હોવાની શંકા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમ્યુકરમાઈકોસીસની સારવારનાં ઇન્જેક્શન કૌભાંડમાં વધુ 1 ની ધરપકડ
Next articleપેગાસસની જાસુસીથી પત્રકાર આલમમાં ઘુઘવાટ