કોરોના : મધ્યમ વર્ગના લાખો પરિવારને ગરીબી તરફ ધકેલ્યા, ધનપતિઓની સંખ્યા વધી!!

10
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

તંત્રી સ્થાનેથી…

Subscribe Saurashtra Kranti here

જોકે વિશ્વના 17 દૃેશોમાં કોરોનાએ વરવું રૂપ ધારણ કર્યું

વિશ્ર્વ સ્તરે કોરોના પ્રથમ વાર ત્રાટક્યો ત્યારે એટલે કે 2020 ના વર્ષમાં અનેક દૃેશોના અર્થતંત્રના પાયા હચમચાવી નાખ્યા હતા. કેટલાક દૃેશોએ વિવિધ યોજનાઓને અધવચ્ચે છોડી દૃેવી પડી હતી તો કેટલાક દૃેશોની અન્ય જે દૃેશમાંની યોજનાઓના શરૂઆતી અમલ થયા બાદૃ કેટલાક દૃેશોએ રોકાણ માટે હાથ ઊંચા કરી દૃેવા પડ્યા હતા. કરોડો નાના- મોટા ઉદ્યોગો,ધંધા,રોજગાર જીવન ઉપયોગી ઉત્પાદૃનો કરતા એકમો ઠપ્પ થઇ ગયા હતા. તે સાથે કરોડો લોકોએ ધંધા-રોજગારી ગુમાવી દૃીધી.

તેમાં સૌથી વધુ અસર મધ્યમ વર્ગને થવા પામી અને લાખો પરિવાર ગરીબી તરફ ધકેલાઈ ગયા છે. જેની મોટી અસર ભારતમાં પણ થઇ છે! પરંતુ ભારતમાં ધનપતિઓની સંખ્યા વધી ગઈ અને વધી રહી છે. દૃેશની એક આર્થિક સંસ્થા હુરુન ઇન્ડિયાનો અહેવાલ કહી રહૃાો છે કે દૃેશમાં 2020માં 6.33 લાખ પરિવારો વધ્યા છે જેમની વાર્ષિક બચત રૂપિયા 20,00,000 તેથી વધુ છે હુરુનના અહેવાલ મુજબ ગોલ્ડન કલરની કેટેગરીવાળા પરિવારોને ન્યુ મીડલ ક્લાસનું બિરૂદૃ આપ્યું છે.

દૃેશમાં સૌથી વધુ ધનિક મહારાષ્ટ્રમા અને સૌથી ઓછા મધ્યપ્રદૃેશમાં છે આ શ્રીમંતો ફિક્સ ડિપોઝિટ, રિયલ એસ્ટેટ, શેરબજાર પર પોતાની આવકનો આધાર રાખે છે તો ફરવા જવા માટે યુકે, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકાને વધુ પસંદૃ કરે છે, જ્યારે રોકાણ કરવું હોય તો અમેરિકા, યુરોપ અને સિંગાપુરની કંપનીઓ પર ભરોસો રાખે છે. જ્યારે કે દૃેશમાં કોવીડ બીજો ઘાતક હુમલો કર્યો છે અને તે પણ ત્યારે કે દૃેશના મોટાભાગના લોકોએ ગત વર્ષમા કોરોના યાતનાઓ સાથે અણ ચિતવી મુશ્કેલીઓનો સામનો કરી રહૃાા છે. તથા નોકરી, ધંધા, રોજગાર માટે આમ પ્રજા પરેશાન છે ત્યારે! ભારતમાં કોરોનાની બીજી લહેર મોટા પ્રમાણમાં ફરી વળી છે દૃરરોજના કેસોમાં વધારો થઈ રહૃાો છે તેના કારણે કેન્દ્ર સરકાર તથા જે તે આઠ રાજ્યોની સરકારો પરેશાન છે.

કોરોનાએ વરવુ રૂપ ધારણ કર્યું છે તે કારણે તેઓની ચિંતા વધી પડી છે. તે સાથે લોકોમાં પણ ડરનો માહોલ પેદૃા થઈ ગયો છે! વિશ્ર્વભરમાં કોરોના સંક્રમિત દૃેશોમાં અમેરિકા પછી બ્રાઝિલ અને ભારત ત્રીજા ક્રમે આવી ગયો છે. જોકે વિશ્ર્વના 17 દૃેશોમાં કોરોનાએ વરવું રૂપ ધારણ કરતા ફ્રાન્સ, જર્મની સહિતના કેટલાક દૃેશોએ 15 દિૃવસથી લઈને 30 દિૃવસનુ લોકડાઉન જાહેર કરેલ છે. ભારતમાં કોરોનાની બીજી લહેરની ઝડપ વધી ગઈ છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47,262 નવા કેસ સામે આવ્યા છે તથા 275 ના મૃત્યુ થયા છે.

તેમાં પણ ગુજરાતમાં વિધાન સભા સત્ર કાર્યરત છે ત્યારે 9 ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને ચારેક જેટલા મંત્રીઓની કચેરીમાં દૃસેક જેટલા કર્મચારીઓ પણ કોરોના ગ્રસ્ત થયા છે તે કારણે અધ્યક્ષશ્રીએ વિધાનસભા ગૃહ અને સંકુલને યુવી લાઈટથી સેનેટાઈઝ કરાવી દૃીધું છે. છતાં માસ્ક-ડિસ્ટન્સ જાળવવા ખાસ સુચના આપી છે. બીજી તરફ કેન્દ્રએ પણ દૃરેક રાજ્યોને માટે માર્ગદૃર્શિકા જાહેર કરીને જે તે રાજ્યમાં કોરોના 19 ના ફેલાવાને ધ્યાનમાં રાખી જે તે નાના- મોટા શહેર કે જે તે વિસ્તારો,વોર્ડ,જીલ્લા વગેરેમા કડકાઈથી ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ લાગુ કરવા અને સ્થાનિક પ્રતિબંધો સહિતના પગલાં લેવા તે સાથે રાજ્યભરમાં રસીકરણ માટે ઝડપ વધારી દૃેવા સૂચના આપી છે. અને તે કારણેજ રાજ્યમાં લોકડાઉન જેવા પગલા લેવામા આવ્યા નથી.

Read About Weather here

પરંતુ સુરત અને અમદૃાવાદૃ શહેરમાં શહેરી બસ સેવા બંધ કરી દૃેવામાં આવી છે, તો આઠ મહાનગરપાલિકાઓની રાત્રી એસટી સેવા સ્થગિત કરી દૃીધી છે, તેમજ કેટલાક હોટસ્પોટ વિસ્તારો માઈક્રો ક્ધટેનમેન્ટ કરવા સાથે મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહૃાા છે તેમજ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટી પીસીઆઈ ફરજીયાત કરી દૃેવામાં આવ્યું છે. આ બધું છતા લોકોએ ‘માસ્ક’ને મહત્વ આપવું જરૂરી છે કારણ કફન કરતા માસ્ક ઘણું નાનું છે!

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here