કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?

કાશ્મીરમાં નવી સુરક્ષા વ્યવસ્થા અમલી બનશે
કાશ્મીરમાં નવી સુરક્ષા વ્યવસ્થા અમલી બનશે

સહાયના મુદ્ા પર રાજયના રાજકારણમાં ભારે ગરમાવો
સરકાર સત્તાવાર 10 હજાર મૃત્યુ આંક ગણાવે છે, કોંગેસ કહે છે 3 લાખના મોત થયા છે: સહાય ચુકવવામાં ઘણા બધા વિધ્નો અને સમસ્યાઓ સર્જાય રહયાના ચિંતા જનક એંધાણ

ગુજરાતમાં કોરોના મહારોગના મૃતકો અને કોરોના યોધ્ધા મૃતકોના સ્વજનોને રૂ.50-50 હજારની સહાય આપવાનો કેન્દ્ર સરકારે તમામ રાજયોને આદેશ આપ્યો તેના પગલે અનેક પ્રકારની સમસ્યાઓ અને ગુચવાડો સર્જાયા હોવાનું બહાર આવી રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોના મૃતકોની સંખ્યા બાબતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સરકારના સત્તાવાર આંકડા અને વિપક્ષે પડકાર આપ્યો છે. જેના કારણે કોરોના સહાયની યોજના અનેક પરીવારો માટે ‘ઝાંઝવાના જળ’ સમાન બની રહે તેવી ભીતી જાણકારો વ્યકત કરી રહયા છે.

સરકાર અને વિપક્ષના આંકડાઓમાં આકાશ-પાતાળનો ફેર દેખાય રહયો છે. આ આખી સહાયની પ્રક્રિયા માત્ર નામની બની રહે એવા ચિંતા જનક એંધાણ દેખાય રહયા છે.

રાજય સરકારે એવું જાહેર કર્યુ છે કે, રાજયમાં કોરોનાથી થયેલા મૃત્યોનો આંક 10 હજારથી થોડો વધુ છે. એ તમામ મરહુમોના સ્વજનોને સુપ્રીમ અને કેન્દ્રના નિર્દેશ મુજબ સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાંથી રૂ.50-50 હજારની સહાય ચુકવવામાં આવનાર છે.

પરંતુ વિપક્ષ કોંગ્રેસે સરકારના આંકડા ખોટા અને બિલકુલ ઓછા ગણાવ્યા છે. કોંગે્રસનો આક્ષેપ છે કે, સરકારે કોરોનાથી મૃત્યુના સાચા આંકડા એક યા બીજા કારણસર છુપાવ્યા છે. પરીણામે કોરોના મૃતકોને ન્યાય મળી શકે તેમ નથી. કોંગ્રેસે એવો દાવો કર્યો છે

કે, રાજયમાં કોરોનાથી અત્યાર સુધીમાં થયેલા મૃત્યુનો સાચો આંકડો 3 લાખથી વધુ છે. જો કે સરકારે કોંગે્રસનો દાવો બિલકુલ સ્વીકાર્યો નથી. જેના કારણે કોરોના સહાયના મુદ્ે શાસક અને વિપક્ષ વચ્ચે રાજકીય ચડસા ચડસી શરૂ થઇ ગઇ છે

અને કોરોના સહાયને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ગયું છે.કોંગ્રેસ અને જાણકાર સુત્રોએ એવો પણ દાવો કરી રહયા છે કે, અનેક ડેથ સર્ટીફિકેટમાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો ઉલ્લેખ જ કરાયો નથી. જેના કારણે એ મૃતકોના પરીવારો સહાયથી વંચિત રહી જવાનો ડર છે.

જે તે સમયે કોરોનામાં મૃત્યુ પામેલા હોય એવા અગણિત દર્દીઓના ડેથ સર્ટીફીકેટમાં અન્ય રોગનું કારણ બતાવવામાં આવ્યું છે. કોમોરબીડ હોય એવા દર્દીઓના ડેથ સર્ટીફીકેટમાં પણ કોમોરબીડીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

એ કારણે કોંગ્રેસે આ મુદ્ા પર ઝબરો વિરોધ અને વાંધો ઉઠાવવાનું શરૂ કર્યુ છે. જો કોંગ્રેસ દ્વારા દર્શાવવામાં આવેલા આંકડા સાચા હોય તો તેની સરકારના આરોગ્ય ખાતાએ વ્યાપક અને ઉંડી ચકાસણી શરૂ કરવી જોઇએ.

નહીંતર કોરોના મૃતકોના હજારો સ્વજનો સહાયથી વંચિત થઇ જશે અને એમને અન્યાય થઇ જશે. કોરોના મહામારીમાં મોત અને સહાયનો મામલો તેને રાજકીય વિષય બનાવવો જોઇએ નહીં. સરકારે પણ માનવતા દર્શાવવાની જરૂર છે.

વિપક્ષના દાવાને એક ઝાંટકે નકારવાની રાજનીતીનો આસરો લેવો ન જોઇએ. કેમ કે, આ આખો મુદ્ો માનવતા લક્ષી છે. તેના પર કોંગ્રેસ કે સત્તા પક્ષ કોઇએ રાજકારણ રમવું જોઇએ નહીં.

Read About Weather here

જો આવા મુદ્ાઓ પર શાસક અને વિપક્ષ વચ્ચે એક મતી થતી ન હોય તો એ કોરોના મૃતકોના પરીવારો અને કોરોના યોધ્ધાઓને અન્યાય કરવા જેવું ગણાશે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here