કોરોના કાબુ બહાર : રાજકોટમાં બે દિવસમાં 55ના મોતથી હાહાકાર

170
કોરોના
કોરોના

ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો અને મૃત્યુ આંકમાં રોજે રોજ વધારો, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વધુ બે ધારાસભ્યો કોરોના સંક્રમિત

સૌરાષ્ટ્રમાં નવા કેસોમાં સતત ટોપ પર રાજકોટ, 24 કલાકમાં 490 કેસો નોંધાયા, ગુજરાતમાં એક સપ્તાહથી 3 હજારની સપાટી વટાવતા કેસ, નવા 3575 કેસ અને 22ના મોત

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં વધુને વધુ વણસતી જતી પરિસ્થિતિ, હોસ્પિટલો હાઉસફુલ, ટેસ્ટીંગ માટે લાંબી કતારો, રાજકોટ સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં પથારીઓ ખુટી પડતા આખુ ટ્રોમા સેન્ટર બિલ્ડીંગ ખાલી કરાવાયું

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી કાબુ બહાર જઇ રહી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહયું છે. કેમ કે, રોજે રોજ નવા કોવિડ કેસો અને મૃત્યુઆંકમાં એકધારો ત્રીવ વધારો નોંધાય રહયો છે. પરીણામે સઘન સગવડો પર દબાણ આવ્યું છે અને રાજકોટ સિવિલમાં ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં પથારીઓ ખુટી પડતા અને દર્દીઓનો ધસારો ચાલુ રહેતા ટ્રોમા સેન્ટરનું આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું છે.

ગાંધીનગરમાં સરકારી દફતરોમાં કોવિડ વધુને વધુ આક્રમણ કરી રહયો છે. આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ કોરોના સંક્રમીત થઇ ગયા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં વધુ 4ને કોરોના લાગુ પડયો છે. ભાજપના નેતા આઇકે જાડેજાને પણ કોરોના થઇ ગયો છે. શિક્ષણ મંત્રી ચુડાસમા અને આઇકે જાડેજાને સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

એસીએસ પંકજકુમાર, જળસંપતી વિભાગના સચિવ એ.કે.જાદવ અને ઉદ્યોગ ભવનના રણજીતકુમાર કોરોના સંક્રમીત થઇ ગયા છે.

સૌરાષ્ટ્રની વાત કરાવીએ તો રાજકોટ અને જામનગરમાં વધુને વધુ વિકરાળ બની રહયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 31 મૃત્યુ થયા છે. બે જ દિવસમાં કોરોના 55 દર્દીઓને ભરખી ગયો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકામાં 898 નવા કેસો નોંધાયા છે. જેમાં રાજકોટમાં રોજે રોજ કેસોની સંખ્યા વધી રહી છે.

રાજકોટમાં 490, જામનગરમાં 175, ભાવનગરમાં 90, જૂનાગઢમાં 43, મોરબીમાં 31, અમરેલીમાં 20, દ્વારકામાં 14, ગીરસોમનાથમાં 13, સુરેન્દ્રનગરમાં 11 અને બોટાદમાં 9 કેસો નવા નોંધાયા હતા. રાજકોટમાં 104 હેલ્પલાઇનની વધુ 10 ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. એટલુ જ નહીં જસદણ, જેતપુર અને કુવાડવામાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

સૌરાષ્ટ્રમાં અન્યત્ર ઉના, કોડીનાર અને વેરાવળમાં કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવી રહયા છે. રાજકોટમાં મનપાના ટેસ્ટીંગ બુથ પર સેંકડો લોકોની કતારો જામી ગઇ છે પરીણામે રેપીડ રેન્ટીજન ટેસ્ટની કીટ ખુટી પડી છે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં બેડ ખુટી ગયા છે. કોવિડ દર્દીઓનો ધસારો ચાલુ રહયો હોવાથી ટ્રોમા સેન્ટરનું બિલ્ડીંગ ખાલી કરાવી દેવાયું છે. ગુજરાતમાં પણ સુરત અને અદમદાવાદમાં કોરોનાએ ભયંકર પરિસ્થિતિ સર્જી છે.

અમદાવાદ સિવિલમાં દર્દીઓનો એટલો ધસારો થયો છે કે, સિવિલની બહાર 15 એમ્બ્યુલન્સ વેઇટીંગમાં ઉભી રાખવી પડી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3575 નવા કેસો નોંધાયા છે અને 22ના મૃત્યુ થયા છે. રાજયનો કુલ મૃત્યુ આંક વધીને 4620 થઇ ગયો છે. અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એટલો બધો ધસારો થઇ ગયો છે કે બેડ ખુટી પડવાની તૈયારીમાં છે. અમદાવાદ અને સુરતના માઇક્રો ક્ધટેઇન્મેટ ઝોનમાં અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવી રહયો છે.

Read About Weather here

આવા તમામ ઝોનમાં એસઆરપીની ટુકડીઓ ગોઠવવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે, સમગ્ર ગુજરાતને અને સૌરાષ્ટ્રને કોરોના મહામારીએ ભયંકર અજગર ભરડો લીધો છે. સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. વધુ 790 દર્દી ગંભીર છે તે પૈકીના 12 વેન્ટીલેટર પર છે, 139 દર્દીઓ બાઇપેપ પર છે અને 537 દર્દીઓ ઓક્સિજન પર છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટ ગોંડલના જામવાડીમાં અને હડાળામાં 7 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન
Next articleરાત્રી કફર્યુના કારણે બજારોમાં ભીડ ઉમટી, વેપારીઓ પર કેસ નોંધાતા