કોરોના ઇફેક્ટ: ગણેશજીની માટીની મૂર્તિના બુકિંગમાં ઘટાડા

કોરોના ઇફેક્ટ: ગણેશજીની માટીની મૂર્તિના બુકિંગમાં ઘટાડા
કોરોના ઇફેક્ટ: ગણેશજીની માટીની મૂર્તિના બુકિંગમાં ઘટાડા

આ વર્ષે શહેરના 12 જેટલા કારખાનામાં 600થી 700 મૂર્તિનું જ બુકિંગ થયું

ગણેશ ઉત્સવને 37 દિવસ બાકી હોવા છતાં આ વર્ષે શહેરમાં માત્ર 5 ટકા લોકોએ જ મૂર્તિ બનાવવા એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. દૃર વર્ષે મહિના પહેલાં 45 ટકા જેટલું બુકિંગ થઈ જાય છે. પહેલા કુલ 25 હજાર મૂર્તિઓ બનતી હતી, જેમાંથી 8-10 હજારનું બુકિંગ થઈ જતું હતું. જો કે, આ વર્ષે શહેરના 12 જેટલા કારખાનામાં 600થી 700 મૂર્તિનું જ બુકિંગ થયું છે.

Subscribe Saurashtra Kranti here

આ ઉપરાંત કોવિડ પહેલાં શહેરમાં કુલ 70 હજાર મૂર્તિઓની સ્થાપના થતી હતી, જે ગત વર્ષે 8 હજાર આસપાસ હતી અને આ વર્ષે થોડી છૂટ મળતાં વધીને 15 હજાર થશે તેવી ગણતરી છે. બીજી બાજુ સમયનો અભાવ અને કારીગરોની અછત હોવાથી મૂર્તિના ભાવ પણ 4 ગણા થઈ શકે છે. મૂર્તિકારો અને ગણેશ ઉત્સવ સમિતિ પ્રમાણે આ વર્ષે કોવિડ પહેલાના 10 હજાર મંડળોમાંથી અડધા જ મંડળો સ્થાપના કરશે.

આ ઉપરાંત મંડળોમાં આ વર્ષે આર્થિક સ્થિતિ તેમજ વિસર્જનની મુંઝવણ પણ છે. કોરોનાકાળમાં વિધાર્થીઓ ઓનલાઇન સ્ટડી કરતા થયા છે. તે માટે મુર્તીકાર નિરવે ઓનલાઇન સ્ટડી કરતા બુક, સ્માર્ટ વોચ,મોબાઇલ સાથેના બાળસ્વરૂપની ગણેશ પ્રતિમા બનાવી છે. મૂર્તિકાર ધર્મેશ પડવાલે કહૃાું- 4 ફૂટની મંજૂરી મોડેથી મળતાં મૂર્તિ બનાવી શકાય એમ નથી. શહેરના 10-12 મૂર્તિકારો ધારે તો પણ કારખાના દીઠ 10થી 12 મૂર્તિ જ બનાવી શકે છે.

દર વર્ષે ઓગસ્ટ સુધીમાં 45 ટકા જેટલું બુકિંગ થઈ જતું હતું જે હાલ 5 ટકા જ છે. મંડપ, વિસર્જન, મૂર્તિ ક્યાં સ્થાપિત કરવી તે વિશે સ્પષ્ટતા ન હોવાથી 8થી 10 ફૂટની મૂર્તિ બેસાડવાવાળા પણ 2.5 ફૂટનું બુકિંગ કરી રહૃાા છે. મૂર્તિકાર ચિકાભાઈએ કહૃાું- આ વર્ષે મહારાષ્ટ્રથી પણ ઓછો સ્ટોક આવશે. માટીની મૂર્તિ નાજૂક-ખર્ચાળ હોવાથી એડવાન્સ પ્રોડક્શન થતું નથી. જેથી આ વર્ષે 15થી 17 હજાર મૂર્તિ જ સ્થાપી શકાશે.

Read About Weather here

ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાએ કહૃાું- મંડપની સાઇઝ, જગ્યા સ્પષ્ટ નથી, જેથી વિસર્જન માટે રજિસ્ટ્રેશન થયા નથી. અમે 200 ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રૂ. 900માં આપીશું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here