ગુજરાતમાં નારી ગૌરવ દિવસની ઉજવણી
વડોદરામાં મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મુખ્યમંત્રીના હસ્તે ધીરાણ વિતરણ
ગુજરાતભરમાં રૂપાણી સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. આજે નારી ગૌરવ દિવસની ઉજવણી નિમિતે વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં કોરોનાના કેસો વધશે તો ફરીથી નિયંત્રણો લાગુ કરવામાં આવશે.
Subscribe Saurashtra Kranti here
નારી ગૌરવ દિવસ કાર્યક્રમમાં ભાગ લેતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસો રાજયોમાં ઘટી રહયા છે અને આપણે પુર્વવત પરિસ્થિતિ તરફ જઇ રહયા છીએ. છતાં કેસો વધે તો ફરી નિયંત્રણો લાગુ થઇ શકે છે.
Read About Weather here
મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજયની 1 લાખ મહિલાઓને રૂપિયા 100 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે વડોદરામાં મહિલાઓને ધીરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સુરતના કતારગામની ગજેરા હાઇસ્કૂલમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. એવી ફરીયાદ અંગે મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ સ્કૂલ હોય કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જ પડશે. સુરતની ઘટના અંગે અધિકારીઓ જરૂરી કાર્યવાહી કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here