79 જેટલા અનાથ બનેલા બાળકો સાથે પરિવારના મોભી બની
મોકળા મને સીધો સંવાદ કરી ભેટ આપતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ આજે તેમના 65માં જન્મદીને વિશેષરૂપે કોરોનામાં મા-બાપની છત્રછાયા ગુમાવેલા જિલ્લાના 79 જેટલા અનાથ બનેલા બાળકો સાથે પરિવારના મોભી બનીને મોકળા મને સીધો સંવાદ કર્યો હતો. બાળકો સાથે તેઓના અભ્યાસ, પરિવારની વિગતો સાથે તેઓના ભાવી સ્વપ્ન વિશે રસપ્રદ ચર્ચા કરી તેઓને પારિવારીક લાગણીથી તરબોળ કર્યા હતા.
આ તકે મૂખ્યમંત્રી રૂપાણી અને મંત્રી ઇશ્વરભાઇ પરમારે આ બાળકો સાથે ભોજન અને તેઓને ભેટસોગાદ આપી આનંદિત કર્યા હતા
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
રાજ્ય સરકાર દ્વારા સંવેદના દિન ઉજવણીને અનુલક્ષીને શહેર પોલીસ આયોજીત રામનાથ પરા કોમ્યુનીટી હોલ માટે મુલાકાતી વ્યવસ્થાપન તંત્ર સોફ્ટવેરનું લોકાપર્ણ તથા નવા રીંગરોડ ટ્રાફીક પોલીસ ચોકીનું ખાત મુહુર્ત અને નાર્કોટીક સેલ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડ તેમજ ટ્રાફીક મહેકમમા વધારાનો શુંભારભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો આ તકે પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ,પોલીસ અધીકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here