કોરોનાનો ભય:ઓખા-ખુર્દા રોડ (પુરી) 1312 સીટની ક્ષમતાની ટ્રેનમાં ડિવિઝનમાંથી માત્ર 211 યાત્રિક ગયા!

કોરોના વાઈરસને કારણે રાજકોટની સ્થિતિ હાલ ગંભીર છે. ઓખા-ખુર્દા રોડ (પુરી) ટ્રેનમાં યાત્રિકોની સંખ્યા પરથી સ્પષ્ટ થયું કે લોકોમાં પણ કોરોનાનો ભય હજુ અકબંધ છે. લોકડાઉન બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલી ઓખા-ખુર્દા રોડ ટ્રેન ઓખાથી સવારે 8.30 કલાકે ઉપડીને બપોરે 13.24 કલાકે રાજકોટ સ્ટેશન પર આવી પહોચી હતી. 22 કોચની આ સ્પેશિયલ ટ્રેનમાં 1312 સીટની બેઠક વ્યવસ્થા છે તેની સામે આ ટ્રેનમાં રાજકોટ ડિવિઝનમાંથી માત્ર 211 યાત્રિકે જ મુસાફરી કરી હતી. ઓખાથી ખુર્દા રોડ આશરે 2730 કિલોમીટર થાય છે. રેલવેને આ ટ્રેન ઓખાથી ખુર્દા રોડ સુધી દોડાવવા માટે માત્ર ડીઝલનો જ અંદાજે 8.50 લાખ જેટલો ખર્ચ થાય છે જેની સામે રાજકોટ ડિવિઝનમાંથી માત્ર 211 યાત્રિકની ટિકિટની અંદાજે અઢી લાખની આવક થઇ છે. આ ટ્રેનમાં આગળના સ્ટેશનો પર પણ યાત્રિકોની પાંખી સંખ્યા રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઓખાથી ખુર્દા રોડનું ક્યાં કોચનું કેટલું ભાડું?

કોચભાડું
સેકન્ડ સ્લિપરરૂ. 538
સ્લિપરરૂ. 853
થર્ડ એ.સીરૂ. 2256

ક્યાં સ્ટેશનથી કેટલા યાત્રિકોએ મુસાફરી કરી?

સ્ટેશન2AC3ACSL2Lકુલ
ઓખા317011
દ્વારકા0821130
જામનગર117261054
સ્ટેશન2AC3ACSL2Lકુલ
રાજકોટ0147418106
સુરેન્દ્રનગર127010
કુલ153213529211