કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને નવનિયુકત કલેકટરે કામગીરી હાથ ધરી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને નવનિયુકત કલેકટરે કામગીરી હાથ ધરી
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને નવનિયુકત કલેકટરે કામગીરી હાથ ધરી

0 થી 15 વર્ષના બાળકોનો મેડિકલ સર્વે હાથ ધરાશે : કલેકટર


કોરોનાની તત્કાલીન કલેકટર રેમ્યા મોહને તેમના કાર્યકાળ દરમ્યાન કરેલા પ્રોજેકટો બાકી હોય તે પ્રોજેકટોને આગળ ધપાવાશે. તેમ નવનિયુકત કલેકટર અરૂર મહેશ બાબુએ જણાવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

આજે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને 0 થી 15 વર્ષના બાળકોનો મેડિકલ સર્વે હાથ ધરવામાં આવશે. બાળકોને સામાન્ય તાવ, શરદી સહિતના લક્ષણો હોય તેઓની મેડિકલ હિસ્ટ્રી તૈયાર કરાશે.

આ મેડિકલ હિસ્ટ્રી તૈયાર કરવા માટે આંગણવાડી, જિલ્લા પ્રાથમીક શીક્ષણ અને બાળ સુરક્ષા સાથે સંકલન કરી સર્વે હાથ ધરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, હિરાસર એરપોર્ટ, એઇમ્સ, ઇશ્ર્વરીયા પાર્કમાં ચાલી રહેલા પ્રોજેકટને આગળ ધપાવવામાં આવશે. રાજકોટ કલેકટરે ડીડીઓ, ડે.કલેકટર સહિતના અધિકારીઓ સાથે આજે સવારે રસીકરણ અને કોરોનાની ત્રીજી લહેરની તૈયારી અંગે બેઠક યોજી હતી.

કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન જે પરિવારમાં માતા-પિતાનું અવસાન થયું હોય તેવા અનાથ બાળકોનો સર્વે કરવામાં આવશે.દીકરી માટે સુક્ધયા સમૃધ્ધી યોજના હેઠળ પોસ્ટ ખાતામાં ખાતા ખોલાવવામાં આવશે અને તેમાં રૂ.1 હજાર આપવામાં આવશે.

તેમજ હોસ્પિટલોમાં બેડ સહિતની સુવિધાઓ વધારવામાં આવશે અને હોસ્પિટલોમાં અપડેસન કરવામાં આવશે. નવનિયુકત કલેકટર અરૂણ મહેશ બાબુએ આવતા વેંત જ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને કામગીરી હાથ ધરાવમાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન, ઇન્જેકશન સહિત મેડિકલ સાધનોની જરૂરીયાત હોય તે પુરી પાડવામાં આવશે. કયાંય કચાસ રાખવામાં આવશે નહીં.

વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને આગળ વધારવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. રાજકોટ કલેકટરે પ્રથમ ત્રણ બાબતો અંગે ધ્યાન દોર્યુ હતું કે, સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન આગળ ધપાવાશે, તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઇને તૈયારીઓ અને તત્કાલીન કલેકટર રેમ્યા મોહને તેમના કાર્યકાળ દરમ્યાન પેન્ડીંગ પ્રોજેકટો આગળ ધપાવાશે.

Read About Weather here

બાળકોની મેડિકલ હિસ્ટ્રી તૈયાર કરવા માટે આંગણવાડી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને બાળ સુરક્ષા સાથે સંકલન કરી સર્વે હાથ ધરવામાં આવશે : કોરોના કાળમાં અવસાન થયેલ માતા-પિતા ગુમાવેલ અનાથ બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here