કોરોનાની ત્રીજી લહેર મામલે મોટું નિવેદન…!

કોરોનાની ત્રીજી લહેર મામલે મોટું નિવેદન...!
કોરોનાની ત્રીજી લહેર મામલે મોટું નિવેદન...!
દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઘણી હદ સુધી ઘટી ગયો છે. જોકે ત્રીજી લહેરની શક્યતા યથાવત છે. વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) દિલ્હીના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં કોવિડની પહેલી બે લહેરની સરખામણીમાં તેટલી જ તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું કે હાલ સંક્રમણના મામલામાં વધારો ન થવો તે એ વાતની ખાતરી આપે છે કે રસી હાલ પણ વાઈરસથી સુરક્ષા આપી રહી છે અને હાલ ત્રીજી બૂસ્ટર રસીની કોઈ જરૂરિયાત નથી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવના લખેલી બુક ગોઈંગ વાઈરલઃમેકિંગ ઓફ કોવેક્સિન- ઈનસાઈડ સ્ટોરીના લોન્ચિંગ દરમિયાન ગુલેરિયાએ આ વાત કહી.

ગુલેરિયાએ કહ્યું કે હાલ જે રીતે રસી સંક્રમણના મામલા ઘટાડવામાં કારગાર સાબિત થઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવ રહી છે, તે વાત એ દર્શાવે છે કે કોઈ મોટી લહેરની શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં એટલી જ તીવ્રતા વાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. સમયની સાથે મહામારી સ્થાનિક બીમારીનું રૂપ લેશે. મામલા આવતા રહેશે, જોકે પ્રકોપ ખૂબ ઘટી જશે.

રસીના બૂસ્ટર ડોઝના સંદર્ભમાં ગુલેરિયાએ કહ્યું કે હાલ મામલામાં વધારો દેખાઈ રહ્યો નથી, તેના પરથી એ વાત ખ્યાલ આવે છે કે રસીથી કોરોના વાઈરસની વિરુદ્ધ હાલ પણ સુરક્ષા મળી રહી છે. આધાર ડેટા મુજબ, દેશમાં 95 કરોડ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે,

તેમાંથી 77 કરોડ લોકોને પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે, જ્યારે બીજો ડોઝ લગાવનારા લગભગ 41 કરોડ છે, એટલે કે 18 કરોડ લોકો એવા છે, જેમને હાલ પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. એવામાં તેમને રસી આપવી એ સરકારની પ્રાથમિકતા છે.

એટલે કે 18+નું રસીકરણ પુરુ કરવા માટે હજી 72 કરોડ ડોઝની જરૂર છે.તેમણે વધુમાં કહ્યું કે આ કારણે રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી.નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે કહ્યું કે ત્રીજી રસી પર નિર્ણય વિજ્ઞાનના આધારે લેવો જોઈએ.

જ્યારે બલરામ ભાર્ગવે કહ્યું કે કોવિડ-19ની વિરુદ્ધ સંરક્ષણ માટે રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતના સમર્થનમાં હાલ કોઈ વૈજ્ઞાનિક પુરાવો ન હોવાની વાત કહી. તેમણે કહ્યું કે ગત દોઢ વર્ષમાં કોવિડ-19ની વિરુદ્ધની લડાઈમાં વૈજ્ઞાનિકો,

Read About Weather here

સરકાર અને લોકોના કામમાં સ્પષ્ટતા તથા ગંભીરતા હતી. તેમણે કહ્યું કે મહામારીમાંથી લોકોએ શીખ લીધી અને સ્વાસ્થ્ય સંબંધી ઢાંચો મજબૂત થયો છે. આ સિવાય આપણે વિશ્વમાં તમામ વાઈરસ પર નજર રાખવી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here