ઓકટોબરમાં પીક પર આવવાની શકયતા: નવું સર્વેક્ષણ
કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલુ મહિના એટલે કે ઓગસ્ટથી જ શરૂ થઇ અને ઓકટોબર માસ સુધીમાં પીક પર પહોંચે તેવી શકયતા દર્શાવતા એક અહેવાલ પ્રગટ થયો છે. જેના કારણે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. અત્યારે દેશમાં દરરોજ 40 હજારથી વધુ નવા કેસો નોંધાય રહયા છે. કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન પણ બીજી લહેરની જેમ કેસ ટોચ પર પહોંચીને ઘટવા લાગશે પણ ત્રીજી લહેર વધુ ધાતક હશે એવું સંશોધકો માને છે.
Subscribe Saurashtra Kranti here
હૈદરાબાદ અને કાનપુરની બે ટેકનોલોની ઇન્ટીટયુટ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના એવા ચૌકાવનારા તારણ નિકળ્યા છે કે, ઓગસ્ટના મધ્યથી ત્રીજી લહેર શરૂ થાય અને સંક્રમણના દૈનિક 1 લાખ જેટલા કેસો નોંધાય તેવી ભીતી સેવાય છે. જો વધુ આકરી લહેર હશે તો દૈનિક દોઢ લાખ નવા કેસો નોંધાય શકે છે. કેરળ અને મહારાષ્ટ્રને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે.
અહેવાલ જણાવે છે કે, કોરોના મહામારી ધાતક હશે પણ બીજી લહેર જેટલી તીવ્ર રીતે ધાતક નહીં હોય એવું માનવામાં આવે છે. ગણીત શાસ્ત્રના મોડેલને આધારે સંશોધકોએ આંકડાકીય ગણતરી માંડી છે. આઇઆઇટી હૈદરાબાદના પ્રોફેસર વિધ્યાસાગર જણાવે છે કે, આગામી થોડા દિવસોમાં જ ત્રીજી લહેર પીક આવી જવાની સંભાવના દેખાય છે. જો કે એપ્રીલમાં પીક આપવવાની જે આગાહી થઇ હતી એ સાચી ઠરી નથી.
Read About Weather here
રવિવારે પણ દેશમાં 41831 નવા કેસો નોંધાયા હતા અને 541 કોરોનાં દર્દીઓનાં મૃત્યુ થયાનું નોંધાયુ હતું. સૌથી વધુ કેસો અને મૃત્યુ કેરળ, મહારાષ્ટ્ર અને ઇશાન ભારતના રાજયોમાં નોંધાયા હતા. નિષ્ણાંતોએ ડેલ્ટા વાઇરસથી ચેતવાની પણ તાકિદ કરી છે. ડેલ્ટા અછબડાની જેમ ઝડપથી અને આસાનાથી ચેપ લગાડી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here