કોરોનાના કારણે કોર્ટ બંધ થતા વકીલોનો વિરોધ

59
કોરોના
કોરોના

Subscribe Saurashtra Kranti here

કોરોનાની બીક હોય તો હાઇકોર્ટ તો ચાલુ જ છે

મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ ચાલુ રાખવા માંગ: 4000 સિનિયર-જુનિયર વકીલોને આર્થિક તંગીનો સામનો કરવો પડશે

રાજકોટના વકીલોને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. હાલ શહેરમાં બે જજ અને 11 કર્મચારીઓ સહિત 13 લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરની 34 કોર્ટ બંધ કરવામાં આવી છે. જેનાથી ફરી વકીલોએ પોતાની આવક ગુમાવી છે. તો જુનિયર વકીલો અને કોર્ટના અન્ય સ્ટાફની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે રાજકોટના વકીલોએ મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ શરૂ કરવા માંગ કરી છે. રાજકોટના બાર એસોસિએશનના આગેવાન દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 11 મહિનાથી કોર્ટ બંધ હતી.

હજુ 24 દિવસ પહેલા કોર્ટ શરુ થઈ હતી. ત્યાં ફરી કોર્ટ બંધ કરતા વકીલોની આર્થિક સ્થિતિ ઉપર પણ અસર થઈ છે. રાજકોટ બાર એસોસિએશન સાથે જોડાયેલા 4000 સિનિયર-જુનિયર વકીલોને આર્થિક તંગીનો સામનો કરવો પડશે. બીજી તરફ ઓનલાઇન કાર્યવાહીમા ફક્ત ઇમરજન્સી કેસ જ ચાલતા હતા. એટલે હજારો કેસ પેન્ડિંગ રહેતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. તો જેલોમાં મુક્તિની રાહ જોતા કેદીઓને પણ મુક્તિ નહીં મળતા કેદીઓની સંખ્યા પણ વધી ગઈ છે.

Read About Weather here

વધુમાં દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો કોરોનાની બીક હોય તો હાઇકોર્ટ તો ચાલુ જ છે, એક કોર્ટમાં પોઝિટિવ આવતા અન્ય 33 કોર્ટ બંધ કરવી એ ક્યાંનો ન્યાય કહેવાય! માટે અમારી સ્થાનિક કોર્ટ બંધ ન કરવાની માગ છે, અને આ માટે મેં મેઈલથી પણ હાઇકોર્ટને અરજી લખી ફરિયાદ કરી છે. શહેરની 34 કોર્ટ બંધ થતા વકીલોના વ્યવસાયને પણ અસર પડે છે. જો કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું હોય તો મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ ચાલુ રાખો.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here