કોરોનાનાં નવા રૂપ ઓમીક્રોનથી બચવા મોદીની ઈમરજન્સી બેઠક

કોરોનાનાં નવા રૂપ ઓમીક્રોનથી બચવા મોદીની ઈમરજન્સી બેઠક
કોરોનાનાં નવા રૂપ ઓમીક્રોનથી બચવા મોદીની ઈમરજન્સી બેઠક

બ્રાઝીલ, ઇઝરાયેલ, અમેરિકા, યુરોપનાં દેશો દ્વારા આફ્રિકાની તમામ ફ્લાઈટ રદ: વડાપ્રધાને કોરોના સંક્રમણ-રસીકરણ અંગે તાકીદની બેઠક યોજી: કેબીનેટ સચિવ, આરોગ્ય સચિવ વગેરે અધિકારીઓ સાથે વિચારમંથન

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનાં નવા અને સૌથી વધુ ઘાતક મનાતા વેરીયેન્ટનાં કેસ જોવા મળતા ભારત સહિત વિશ્ર્વભરનાં દેશોમાં ખળભળાટ મચી ગયો છે અને નવા સંસ્કરણનાં પ્રહારથી બચવા માટે યુધ્ધનાં ધોરણે ચર્ચા-વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની નવી સર્જાયેલી કટોકટી ભરી પરિસ્થિતિની ચર્ચા કરવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી છે. આ બેઠકમાં વડાપ્રધાને કોરોનાના નવા સંસ્કરણનાં ભય અને રસીકરણનાં મુદ્દાઓ પર અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

ઉચ્ચ કક્ષાની તાકીદની બેઠકમાં કેન્દ્રીય કેબીનેટ સચિવ અને આરોગ્ય સચિવ સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા ઠઇંઘ દ્વારા કોરોનાનાં નવા વેરીયેન્ટને ઓમીક્રોન નામ અપાયું છે.

વિશ્ર્વ સંસ્થાએ ચેતવણી આપી છે કે કોરોનાનું આ નવું રૂપ અસાધારણ વાઈરસ છે અને સૌથી વધુ ઘાતક છે જે દિવસમાં 32 રૂપ બદલે છે. આ પરિસ્થિતિને કારણે ભારત અને વિશ્ર્વભરનાં દેશોમાં ખળભળાટ મચી ગયો છે.

વડાપ્રધાનની બેઠક પહેલા જ દેશના અનેક મુખ્યમંત્રીઓ અને મહાનુભાવોએ દક્ષિણ આફ્રિકા સાથેનો તમામ વિમાન વ્યવહાર બંધ કરી દેવા વડાપ્રધાન મોદીને અનુરોધ કર્યો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટવીટ કર્યું હતું

કે, વડાપ્રધાને દક્ષિણ આફ્રિકા સહિતનાં અસરગ્રસ્ત દેશોમાંથી આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. કોરોનાનાં નવા સંસ્કરણથી બચવા માટે આપણે શક્ય તમામ પગલા લેવા જોઈએ. જેથી કરીને આપણા દેશમાં ઓમીક્રોન વેરીયેન્ટ વાઈરસ પર પર પ્રવેશે નહીં.

દરમ્યાન અમેરિકા, બ્રાઝીલ, ઇઝરાયેલ અને યુરોપીય સંઘનાં 27 દેશોએ દક્ષિણ આફ્રિકા સાથેનો વિમાન વ્યવહાર બંધ કરી દેવાની જાહેરાત કરી છે. નવા વેરીયેન્ટનાં કેસ દક્ષિણ આફ્રિકા, બોટ્સવાના, હોન્કોંગ, બેલ્જીયમ અને ઇઝરાયેલમાં પણ જોવા મળ્યા છે.

ઓસ્ટ્રેલીયાએ પણ 9 આફ્રિકી દેશોમાં અવરજવર અટકાવી દીધી છે અને ફ્લાઈટ અટકાવી દીધી છે.ભારતે હજુ સુધી અસરગ્રસ્ત દેશો સાથેનો હવાઈ વ્યવહાર બંધ કર્યો નથી. જો કે કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે

અને આફ્રિકી ખંડમાંથી આવતા તમામ વિમાની મુસાફરોનું સઘન અને ઊંડું સ્ક્રીનીંગ તથા ટેસ્ટીંગ કરવા તમામ રાજ્યોને સુચના આપી છે. વડાપ્રધાને યોજેલી સમીક્ષા બેઠકમાં કોઈ મહત્વનો મોટો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

Read About Weather here

દરમ્યાન ઠઇંઘ નાં નિષ્ણાંતોએ જણાવ્યું છે કે ઓમીક્રોન વાઇરસનાં 32 રૂપ જોવા મળ્યા છે અન્ય તમામ વેરીયેન્ટ કરતા આ નવો વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે. ખૂબ જ ચિંતાજનક, અસાધારણ અને ઘાતક વાઇરસ હોવાનું અભ્યાસમાં જોવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here