કોરોનાથી મોતમાં રૂા.4 લાખ સહાયની માંગ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

વડિયા-કુંકાવાવ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર

સમગ્ર દેશમાં કોરોના મહામારીના હાહાકાર બાદ અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે મૃતક પરિવારોને સહાય બાબતે રાજકીય પક્ષ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે વડીયા કોંગ્રેસ સમિતિના તાલુકા ભરના આગેવાનો દ્વારા વડિયા મામલતદાર ડોડીયાને આવેદન આપીને ગુજરાત સરકાર પાસે માગણી કરવામાં આવી છે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે.

અને દવા, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ વગેરેના કદાવર ખર્ચ કર્યા છે. તેવા સમયે સુપ્રીમ કોર્ટ પણ આદેશ કરી રૂપિયા 4 લાખ ચૂકવાયા એવું કહ્યું છે. છતાં સરકાર જાત જાતના અવનવા પુરાવા માંગી ફક્ત રૂ.50000 જ ચૂકવે છે. તેની સામે વિરોધ કરી તાત્કાલિક રૂપિયા 4 લાખ ચુકવામાં આવે તેવી જોરદાર માગણી કરવામા આવી છે.

Read About Weather here

આ આવેદનપત્ર આપવા માટે તાલુકાભરમાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જિલ્લાના પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ શિગાળા, તાલુકા માઈનોરીટી સેલના પ્રમુખ જુનેદ ડોડીયા, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ ગોંડલીયા, બક્ષીપંચ સેલના ઉપપ્રમુખ નીખિલભાઈ ચુડાસમા,અજીતભાઇ વાળા, તાલુકા પંચાયત સદસ્ય હકાભાઇ ભરવાડ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રવજીભાઈ પાઘડાળ, દલિત સમાજના અગ્રણી બાલાભાઈ મકવાણા, ઈમરાનભાઈ સુમરા,રાજ પ્રપ્તાણી, મહેતાભાઈ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં લોકો હાજર રહી કોરોનાના મૃતક લોકોના પરિવારને ચાર લાખની સહાય ચૂકવવાની માંગણી કરાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here