કોરોનાથી મૃત્યુ થનારને 50 હજારની સહાય…!

કોરોનાથી મૃત્યુ થનારને 50 હજારની સહાય...!
કોરોનાથી મૃત્યુ થનારને 50 હજારની સહાય...!
આ સાથે કોરોનાથી મૃત્યુ પામેલા 95 ટકાથી વધુ મૃતકોના અરજદારો માટે સુપ્રીમકોર્ટના આદેશ બાદ જાહેર કરાયેલી રૂ. 50 હજારની સહાય મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં દર્દીનું મોત થયું હોય તો એને સત્તાવાર રીતે ‘કોવિડ-19થી થયેલું મોત’ ગણવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું છે.

બીજી તરફ, રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટ મહાનગરપાલિકામાં કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયું છે. જ્યારે બીજી તરફ, બાકીનાં રાજ્યમાં આ ફોર્મનું વિતરણ ક્યારથી શરૂ થશે એ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 458 છે, જ્યારે માત્ર 3 દિવસમાં 1700 ફોર્મ વહેંચાયાં છે, જ્યારે અમદાવાદમાં કોરોનાના સત્તાવાર મોતનો આંક 3357 છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલા જ દિવસે 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂક્યાં છે.

આ ઉપરાંત ડાઉનલૉડ થતાં ફોર્મ અલગ રહેશે. આ આંકડા જોતાં સત્તાવાર મોતની સંખ્યા કરતાં અનેકગણા લોકોનાં મોત કોરોનાથી થયાં હોવાનું સ્પષ્ટ થશે એવી ભીતિ રાજ્ય સરકાર સેવી રહી છે.

રૂ.50 હજારની સહાય લેવા માટે કોરોનાના મૃતકોના સગાંવહાલાંઓએ પ્રથમ તબક્કો મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ (એમસીસીડી) મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ પ્રમાણપત્ર સ્થાનિક કક્ષાએથી અપાશે.

જો આ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના ન હોય એવા કિસ્સામાં અલગ ફોર્મ, જરૂરી દસ્તાવેજો સાથે ભરવાનું રહેશે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિ તમામ દસ્તાવેજોથી ચકાસણી કરીને કોવિડ-19થી થયેલાં મોતનો સત્તાવાર દસ્તાવેજ ઇસ્યુ કરશે.

અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોત 3357 છે, જેની સામે કોરોનાથી થયેલાં મૃત્યુ બાદ પરિવારજનોને રૂ.50 હજારની સહાય માટેના બુધવારે 15 હજાર ફોર્મ સિવિક સેન્ટરો પર મુકાયાં હતાં. મ્યુનિ.એ તમામ સિવિક સેન્ટર પર 250 ફોર્મ મૂક્યાં છે.

શહેરમાં 60 સિવિક સેન્ટર છે, એટલે કે માત્ર સિવિક સેન્ટરો પર જ 15 હજાર ફોર્મ પ્રથમ દિવસે જ ઉપલબ્ધ કરાવાયાં છે. નાગરિકો ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશે.

ઉપરાંત જન્મમરણ નોંધણી કચેરી ખાતે પણ આ ફોર્મની નકલ મળશે. જે નાગરિકનું મૃત્યુ કોરોનામાં થયું હોય પણ જો તેમના મૃત્યુનું કારણ અલગ દર્શાવ્યું હોય તો તેમનાં સ્વજનોને પણ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે.

પશ્ચિમ ઝોન-12, પૂર્વ ઝોન-8, મધ્ય ઝોન-8, દક્ષિણઝોન-9, ઉત્તર ઝોન-10, નવા પશ્ચિમ ઝોન-9

સવાલ: હોસ્પિટલમાંથી મળેલા ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નથી તો શું કરવાનું?
જવાબ: અરજીપત્રક પરિશિષ્ટ -1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.

સવાલ: મેડિકયા અરજી ફોર્મ ક્યારે ભરવાં પડશેઆવશે.

સવાલ: દર્દીનું મૃત્યુ હોસ્પિટલના બદલે ઘરે થયું હોય અથવા મૃત્યુનું કારણ પ્રમાણપત્રમાં કોરોના સિવાયનું દર્શાવાયું હોય તો શું કરવું?
જવાબ: દવાખાનામાં મૃત્યુ ન થયું હોય અને ઓથોરિટી તરફથી મૃત્યુના કારણનું પ્રમાણપત્ર ન મળ્યું હોય ત્યારે MCCDની અપ્રાપ્યતા પ્રમાણપત્ર મેળવ્યા બાદ અથવા MCCDમાં દર્શાવાયેલા મૃત્યુના કારણ સામે અસંતોષ હોય ત્યારે પરિશિષ્ટ – 3 હેઠળ અરજી કરવી.

સવાલ: સ્મશાનગૃહમાંથી મળેલી લાકડાંની પહોંચમાં કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નથી તો શું કરવાનું?
જવાબ: અરજીપત્રક પરિશિષ્ટ -1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.

સવાલ: અરજી સાથે સારવારને લગતા કયા દસ્તાવેજો જોડવાના રહેશે?
જવાબ: અરજીપત્રક પરિશિષ્ટ -1ની સાથે માત્ર મરણ દાખલાની નકલ અને અરજદારનો ઓળખનો પુરાવો આપવાનો રહેશે. જ્યારે અરજીપત્રક પરિશિષ્ટ -3 ભરવાની સ્થિતિમાં (1) મૃતકનું મરણનું પ્રમાણપત્ર (2) MCCD અપ્રાપ્યતા પ્રમામપત્રની નકલ

(3) હોસ્પિટલમાંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણ પત્ર (આપવામાં આવ્યુ હોય તો) (4) દાખલ દર્દીના કેસ પેપર (5) ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે ડૉક્ટર પાસેથી સારવાર લીધી હોય તેની સારવારની વિગતો (6) દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા.

સવાલ: હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીનું અવસાન થયું હોય તો કયા પ્રકારના દસ્તાવેજો જોડવાના રહેશે?
જવાબ: ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે ડૉક્ટરે કરેલી સારવારની વિગતો તેમજ દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા રજૂ કરવાના રહેશે

સવાલ: સહાય મેળવવા માટે મૃતકના વારસદાર તરીકે ઘરના કેટલા સભ્યોના આધાર પુરાવા રજૂ કરવા પડશે?
જવાબ: માત્ર અરજદારે પોતાનો ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે.

સવાલ: સહાય માટે ઓનલાઈન ફોર્મ જમા કરાવવા કોઈ સુવિધા છે?
જવાબ: હાલના તબક્કે ઓનલાઈન ફોર્મ જમા કરવાની કોઈ સુવિધાની જાહેરાત કરાઈ નથી.

સવાલ: અમદાવાદ સિવાયની વ્યક્તિનું સિવિલમાં મોત થયું હોય તો ફોર્મ ક્યાં જમા કરાવવાનું રહેશે?
જવાબ: જે વિસ્તારની હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય એ જ વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરી, જન્મ-મરણ કચેરી ખાતે ફોર્મ જમા કરાવાનું રહેશે.

સવાલ: સિવિક સેન્ટર પરથી યોગ્ય જવાબ ન મળે તો મારે ક્યાં ફરિયાદ કરવાની રહેશે?
જવાબ: સિવિક સેન્ટર પરથી સંતોષકારક જવાબ ન મળે તેવા સંજોગોમાં સંબંધિત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર અધિકારીઓના નામ અને નંબરની યાદી મૂકવામાં આવી છે.

સવાલ: મૃતકના પરિવાર પાસે ઈન્ડોર કેસ પેપર ઉપલબ્ધ ના હોય તો શું કરવું?
જવાબ: મૃતકના પરિવારે જે હોસ્પિટલમાં સારવાર લીધી હોય એ હોસ્પિટલમાં અરજી કરી કેસ પેપર મેળવી શકશે.

જવાબ: હાલ મૃતકોની વિગતો મેળવા પરિવાર પાસે પુરાવા સહિતની અરજીઓ મગાવવામાં આવી રહી છે. સહાય આપવાની પ્રક્રિયા અંગે પાછળથી જાહેરાત કરાશે. સુપ્રીમકોર્ટે જારી કરેલી ગાઈડલાઈન્સ અનુસાર, તમામ રાજ્યોને અરજી મળ્યાના 30 દિવસમાં વળતરની રકમ ચૂકવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સવાલ: આરટી-પીસીઆર ટેસ્ટ, સીટી સ્કેન,એક્સરેની કોપી જોડવાની રહેશે? ના હોય તો શું કરવું?
જવાબ: સહાય મેળવવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ, સીટી સ્કેન,એક્સરેની કોપી અનિવાર્ય છે.

Read About Weather here

સવાલ: 50 હજારની સહાય અરજી કર્યાના કેટલા દિવસમાં મળશે? રોકડમાં કે બેન્ક ખાતામાં જમા થશે?

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here