ગુજરાત કોંગ્રેસના પ્રદૃેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા
Visit Saurashtra Kranti Homepage here
મૃતકોના પરિવારજનોને વળતર અપાવવા માટે કોંગ્રેસે “ન્યાય અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત કોંગ્રેસની માંગ છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રૂપિયા 4 લાખનું વળતર મળે.
જીવલેણ કોરોના સામેની જંગ લાંબી હોવાથી પ્રજાને હેલ્થ સિક્યોરિટી પૂરી પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. કોરોનામાં પોતાના સ્વજન ગુમાવનારા લોકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ “ન્યાય અભિયાન શરૂ કરશે.
ગુજરાત કોંગ્રેસ રાજ્યની 250 તાલુકા પંચાયત, 156 નગર પાલિકા અને 8 મહાનગર પાલિકામાં ન્યાય અભિયાન ચલાવશે. આ માટે કોંગ્રેસ કોવિડ વૉરિયર્સની નિમણૂંક કરશે.
કોંગ્રેસ 5200થી વધુ તાલુકા પંચાયતની બેઠક, નગર પાલિકાના 1,251 વોર્ડ અને મનપાના 176 વોર્ડ મુજબ કોવિડ વૉરિયર્સની નિમણૂંક કરશે.
ઉલ્લેખનીય છે કે,
અગાઉ લોકસભા-2019ની ચૂંટણી દૃરમિયાન મતદૃારોને રિઝવવા માટે કોંગ્રેસે અબ હોગા ન્યાય એવું સુત્ર પ્રચાર માટે અપનાવ્યું હતું. આ માટે અબ હોગા ન્યાયનું સુત્ર અપનાવીને ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.
લોકસભા ચૂંટણી સમયના કોંગ્રેસના ન્યાય અભિયાનના (ન્યૂનતમ આય યોજના) વીડિયો માટે લિરિક્સ જાવેદૃ અખ્તરે લખ્યા હતા. જે બાદૃ કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓને અબ હોગા ન્યાય સુત્રને
Read About Weather here
ટેગલાઈન બનાવવા અને આજ થીમ પર પ્રચાર કરવાનો આદૃેશ આપ્યો હતો.કોંગ્રેસ પ્રદૃેશ પ્રમુખે જણાવ્યું કે, કોરોનામાં ભાજપ સરકારે લોકોને ભગવાન ભરોસે મૂક્યા હતા અને ચૂંટણી નજીક આવતા ભાજપના નેતાઓ ભગવાનના શરણે જાય છે. (3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here