કોરોનાથી મંદ શહેરની વિકાસયાત્રાને ફરીગતી આપવા મેયરના પ્રેરણા વચન

43
કોરોનાથી મંદ શહેરની વિકાસયાત્રા
કોરોનાથી મંદ શહેરની વિકાસયાત્રા

શહેરમાં ચાલતા તમામ પ્રોજેક્ટ યુધ્ધના ધોરણે પુરા કરવા મેયરની તાકીદ

મેયર ડો.પ્રદિપ ડવે મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓને ચેમ્બરમાં બોલાવી અધુરા પ્રોજેકટ તાત્કાલીક પૂર્ણ કરવા સુચના અપાવી.

રાજકોટ રંગીલું શહેર છે.

રાજકોટમાં વિકાસના કામોની વાતો કરીએ તો અનેક હારમાળા સર્જાઈ છે. મેયર ડો.પ્રદિપ ડવે આજે મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓને ચેમ્બરમાં બોલાવી શહેરમાં અંડરબ્રિજ-ઓવરબ્રિજ સહિતના કામો તાત્કાલીક પૂર્ણ કરવા સુચના અપાઇ છે. કોરોનાને કારણે મજુરો વતન જવાથી વિકાસના કામોને બ્રેક લાગી છે. રાજકોટમાં નવા ભળેલા માધાપર, ધંટેશ્ર્વર સહિતના પાંચ ગામોમાં આરોગ્ય, પાણી સહિતની સુવિધાઓ તાત્કાલીક લોકોને મળી રહે તેવું સુચારૂ આયોજન કરવા પણ સુચના અપાઇ છે. આજે મેયરની ચેમ્બરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પદાધિકારીઓ ડો.દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, વિનુભાઇ ધવા અને સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહયા હતા.

Subscribe Saurashtra Kranti here

મેયર ડો.પ્રદિપ ડવ એ જણાવ્યું હતું કે, રાજકોટમાં અનેક વિકાસના કામો હાલમાં ચાલુ છે શહેરમાં આજી રીવરફ્રન્ટ, રાંદરવા તળાવ જેવા મોટા પ્રોજેક્ટોનું કામ ચાલુ છે પણ હાલમાં કોરોનાના કારણે આ કામ મંદ પડી ગયા છે. તેને ફરી શરૂ કરવા મેયરે તાકીદ કરી છે રાજકોટમાં કોઈ કામ અટકશે નહી તેની મેયરે ખાતરી આપી છે. ઉપરાંત શહેરમાં લક્ષ્મીનગર અન્ડરબ્રિજ, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજનાં કામો હાલમાં શરુ છે. પણ મજુરો વતન જતા રહેતા આ કામો ધીમી ગતિએ થાય છે. પરંતુ મેયરે તમામ ક્રોન્ટાકટરને સુચના આપી તમામ પ્રોજેક્ટ ફરી વેગવતા બનાવવા સુચના આપી છે.

ઉપરાંત મેયરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં વ્રુક્ષારોપણ પણ હાથ ધરશે અને વ્રુક્ષોને સમયસર પાણી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે ઉપરાંત કોર્પોરેટ દ્વારા લોકો વધુને વધુ વ્રુક્ષારોપણ કરે તે હેતુથી પાંજરા પણ પુરા પાડવામાં આવશે જેથી વૃક્ષોની સુરક્ષા જળવાઈ રહે. સીટીની શાન સમાન ગણાતો પ્રોજેક્ટ આજી રીવરફ્રન્ટ અને રાંદરણા તળાવના કામો પુરજોશમાં શરુ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.

Read About Weather here

મેયર દ્વારા કમિશનર અને અધિકારીઓને આ તમામ પ્રોજેક્ટો પુરા કરવા માટે સુચના અપાઈ છે. અને જેમ બને તેમ વધુ ઝડપી કામો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. મેયરે એ પણ ખાતરી આપી હતી કે કોરોનાને કારણે કોઇપણ પ્રોજેક્ટ અટકશે નહી. તે જેમ બને તેમ વધુ ઝડપી બનાવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. અને વધુમાં જણાવ્યું હતુ કે, જો રાંદરણા તળાવ પાસે ડીમોલેશનની પ્રકિયા હાથ ધરવામાં આવશે તો ત્યાના રહેવાશીઓને આવાસ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઓરિસ્સા-બંગાળમાં વિનાશની વણઝાર : 7 દિવસ ચાલશે રાહત કામો
Next articleકેન્દ્રસરકાર કોરોનાથી અવસાન થયેલ પત્રકારોનાં પરિવારોને રૂ.5 લાખ સહાય આપશે