કોરોનાથી ડરો નહીં સાવધ રહો, ઓક્સિજન-દવાઓનો બગાડ અટકાવો

કોરોનાથી ડરો નહીં સાવધ રહો, ઓક્સિજન-દવાઓનો બગાડ અટકાવો
કોરોનાથી ડરો નહીં સાવધ રહો, ઓક્સિજન-દવાઓનો બગાડ અટકાવો

સહુને નવું વર્ષે સુખમય અને સ્વાસ્થ્ય સભર રહેવાની શુભેચ્છા
એઈમ્સનાં નિયામક ડો.ગુલેરીયાનો નવા વર્ષનો સંદેશ

એઈમ્સનાં નિયામક ડો. રણદીપ ગુલેરીયાએ નવા વર્ષના ખાસ સંદેશામાં લોકોને કોરોના મહામારીથી ભયભીત ન થવા પણ સાવધ રહેવા અને ઓક્સિજન સિલિન્ડર તથા દવાઓનો બગાડ નહીં કરવા લોકોને અનુરોધ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કોરોના મહામારીનાં વધતા જતા કેસો સમયે લોકોને ખાસ સાવધ રહેવાની સલાહ આપતા ડો.ગુલેરીયાએ નવું વર્ષ બધા માટે સુખમય, તંદુરસ્તીથી ભર્યું અને સમૃધ્ધ બની રહે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એ સમજી લઈએ કે મહામારીનો અંત આવ્યો નથી.

છતાં આપણે અત્યારે સારી સ્થિતિમાં છીએ. મોટા પ્રમાણમાં લોકોનું રસીકરણ કરી લેવામાં આવ્યું છે. તેમ છતાં કેસો વધી રહ્યા છે. એટલે એ જરૂરી છે કે આપણે માસ્ક, સામાજીક અંતર તેમજ ભીડથી દૂર રહેવાના કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા રહીએ. કોઈ સ્થળે સુપર સ્પ્રેડરથી સ્થિતિ ન સર્જાય એ જોવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીનો અભ્યાસ સૂચવે છે કે, ઓમિક્રોન સંસ્કરણ હળવું છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઘટાડી દેતું નથી. પરિણામે હાલ તુરંત ઓક્સિજનની કદાચ વધુ જરૂર નહીં પડે.

Read About Weather here

છતાં આપણે ઓક્સિજન સિલિન્ડર અને દવાઓનો બગાડ અટકાવવો જોઈએ. કદાચ કેસો વધુ ઉછાડા મારે તો પણ હવે આપણો દેશ તૈયાર છે. આપણે ભયભીત થવાનું નથી પણ સાવધ રહેવાનું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here