કોરોનાકાળમાં મચ્છરો ભૂલાયા…!

26
MOSQUETO-મચ્છરો
MOSQUETO-મચ્છરો

Subscribe Saurashtra Kranti here

શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો.. રોગચાળાની ભીતિ


સાલા એક મચ્છર આદમી કો……..


સવાર-સાંજ મચ્છરોના ત્રાસથી ત્રાસીજતા શહેરીજનો: તંત્રદ્વારા યુધ્ધના ધોરણે ફોગીંગની કાર્યવાહી શરૂ થાય તેવી લોકમાંગ

માર્કેટીંગ યાર્ડ પાસે ગાંડીવેલને લીધે થયેલા મચ્છરો સતત અને સખત ચર્ચાનો વિષય બન્યા અને આંદોલન પણ થયું. હવે આ જ વિષય શહેરીજનોને પણ સતાવી રહ્યો છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની માનસિકતા ધરાવનાર રાજકોટ મહાનગરપાલિકાએ એના ઉપાય અને ઉકેલ માટે હવે રહી રહીને પ્રયાસ શરૂ કર્યા છે.

જળકુંભી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજી નદીમાં જળકુંભીને કારણે મચ્છરનો ઉપદ્રવ થતો હતો. જેને કારણે યાર્ડ અને બેડી ગામનાં લોકોને મુશ્કેલી થતી હતી. હાલ નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવી રહી છે. સાથેજ મચ્છર માટેની દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આજી નદીમાં જળકુંભી દૂર કરવાથી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ શહેરમાં રોજ ફોગીંગ કરવાની કામગીરી હાથ ધરવી જરૂરી છે. પણ હાલમાં ફોગીંગ ની જરૂર છે બાકી શહેરમાં.રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે, મચ્છરનો પ્રશ્ર્ન વર્ષોથી છે પરંતુ એનો ઉકેલ હજી સુધી આવ્યો નથી.

રાજકોટમાં અત્યારે ઊનાળાની શરૂઆતે પણ ચોમાસાં કરતાં વધારે મચ્છર દેખાઇ રહ્યા છે. ગણગણી રહ્યા છે અને કોર્પોરેશનને એની કોઇ અસર નથી. રાજકોટમાં નવા પુલ બને, નવા રસ્તા બને કે બગીચા બને એની જોરદાર જાહેરાતો થાય છે. બ્લોક અને પેવરીંગના પણ મોટા ખાતમુહૂર્ત થાય છે. ગીત સંગીતના કાર્યક્રમો પણ મોટા ખર્ચે થાય છે. અને કોર્પોરેશન એમ માને છે કે આવું કરવાથી લોકો શહેરની સેવા કરે છે. પરંતુ શહેરનું સ્વાસ્થ્ય જાળવવાનંઅ કામ પણ એણે કરવાનું છે. અત્યારે શહેરમાં મચ્છરોનો ત્રાસ છે.

જો કે થોડા દિવસ પહેલાં એવી જાહેરાત થઇ છે કે શહેરના વિવિધ વિસ્તારમાં ફોગીંગ કરવામાં આવશે. પરંતુ આ તો કામચલાઉ ઉપાય છે. રાજકોટમાં મચ્છરની સમસ્યા વર્ષોથી છે. અહીં એક સમયે ખુલ્લા-મોટા ર1 વોકળા શહેરની વચ્ચેથી પસાર થતા હતા. જો કે વોકળાઓની સફાઇ સરખી થતી નથી. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે.

Read About Weather here

હાલમાં શહેરમાં મચ્છરના વધતા ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે અને સમસ્યાનો યુધ્ધના ધોરણે નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે. જો મચ્છરની સમસ્યા શહેરમાં હલ કરવામાં ન આવે કે ફોગીંગની પ્રક્રિયા શરૂ કરવામાં નહિ આવે તો શહેરમાં રોગચાળાનો ભરડો આવી જાય તો નવાઈ નહિ. લોકોમાં એક એવી ચર્ચા પણ થઇ રહી છે કે આ કોરોનાના કેસો વધતા તંત્રને મચ્છરનો ઉપદ્રવ દેખાતો નથી. જેના કારણે કોઈ પગલા લેવામાં આવતા નથી. હવે મનપાતંત્ર આ સમસ્યાને સમજીને ક્યારે ઉપાયના પગલા લે તે શહેરીજનોને જોવાનું રહ્યું.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here