દિલ્હીની AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં જીવન સામે ઝઝૂમતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. શરીરની મૂવમેન્ટ પહેલાં કરતા સારી છે. જોકે, હજી પણ બ્રેન રિસ્પોન્સ કરતું નથી. ડૉક્ટર્સે ઓક્સિજન સપ્લાય 10% સુધી ઓછો કર્યો છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. લિક્વિડ ડાયટમાં દૂધ ને જ્યૂસ ફૂડ પાઇપથી આપવામાં આવે છે.રાજુની સારવાર ડૉક્ટર એમ વી પદ્મા શ્રીવાસ્તવ કરે છે. તે AIIMSમાં ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે.
Visit Saurashtra Kranti Homepage here
10 ઓગસ્ટના રોજ ટ્રેડમિલ પર એક્સર્સાઇઝ કરતા સમયે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારથી તે હોસ્પિટલમાં એડમિટ છે.સૂત્રોના મતે, AIIMSના સેકન્ડ ફ્લોર પર ICUમાં રાજુ દાખલ છે. ત્રણ દિવસ પહેલાં એક અજાણ્યો યુવક ICUની અંદર જઈને રાજુની સાથે સેલ્ફી લેવા લાગ્યો હતો. હાજર સ્ટાફે તેની પૂછપરછ કરી હતી અને ત્યાં સુધીમાં પરિવારના સભ્યો પણ આવી ગયા હતા.
Read About Weather here
હોસ્પિટલના જે ICUમાં રાજુની સારવાર થઈ રહી છે, ત્યાં અંદાજે 10 બેડ છે અને તમામ બેડ પર પેશન્ટ છે. રાજુ માટે ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સની ટીમ બેસ્ટ કામ કરી રહી છે. રાજુની તબિયતનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે.તેમણે સિક્યોરિટીમાં આ અંગે ફરિયાદ પણ કરી હતી. આ ઘટના બાદથી ICUની બહાર ગાર્ડ્સ મૂકી દેવામાં આવ્યા છે. પરવાનગી વગર કોઈને પણ ICUમાં એન્ટ્રી આપવામાં આવતી નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here