કોઠારીયા પાસે કારની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત : 3ને ઈજા

અમદાવાદમાં શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના

રિબળા પાસે કારખાનામાં કામ પૂર્ણ કરી ઘર પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો ; હાઇવે ક્રોસ કરવા જતા કાળ રૂપી ફોર વહીલ ત્રાટકી

રાજકોટ – ગોંડલ હાઇવે પર વાસુકી મોટર્સના શો રૂમ પાસે રોડ ક્રોસ કરતા દંપતી સહિત ચારને અજાણ્યા ફોર વહીલ ચાલક હડફેટે લઈ નાશી છુટ્ટતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત ત્રણને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

અકસ્માતના બનાવ અંગે કોઠારીયા સોલ્વન્ટની સીતારામ સોસાયટીમાં રહેતા મયુરભાઈ લખુભાઈ ડેર (ઉ.વ 27 ) એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે પત્ની કાજલનું મોત અને ત્રણ લોકોને ઇજા કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.પી.આઈ વી.જે.ચાવડાએ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત મયુરભાઈ ડેરે ફરિયાદમાં જણાવ્યું છે કે પત્ની કાજલબેન ડેર ( ઉ.વ 25 ), મામજીના દીકરા હિતેશ ભુપત ગુગાણી ( ઉ.વ 23) , તેની પત્ની સુરભી સાથે રિબળા ગામે કારખાનામાં મજુરીકામ અર્થે ગયા હતા. સાંજે વરસાદના કારણે રીક્ષા કરી કોઠારીયા સોલ્વન્ટ પાસે મોર્ટસના શો રૂમ પાસે ઉતરી ગયા હતા. રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા ફોર વહીલના ચાલકે ત્રણેયને હડફેટે લઈ નાશી છૂટયો હતો.જેમાં ગંભીર રીતે ઘવાયેલા કાજલ ડેરને માથા-શરીરના ભાગે ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું.

Read About Weather here

જ્યારે ઇજાગ્રસ્ત દંપતી સહિત ત્રણ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં પી.આઈ વી.જે.ચાવડા સહિત પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી ગયો હતો. મહિલાના મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.આહીર દંપતીના પાંચ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસુરત શહેર-ગ્રામ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
Next articleદુબઈથી સોમાલિયા જતુ માલસામાન ભરેલુ જહાજ ડૂબ્યું