કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર

કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર
કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર

કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના: હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વ્રુક્ષારોપણ પણ કર્યું

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે સવારે કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની સાઈટની મુલાકાત લીધી હતી, અને હાઈસ્કૂલમાં સમાવિષ્ટ થનાર વિવિધ સુવિધાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. કમિશનરે આ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાથોસાથ આ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વ્રુક્ષારોપણ પણ કર્યું હતું. આ ઉપરાંત કોઠારિયા વિસ્તારમાં 2019માં નવનિર્મિત કરવામાં આવેલી હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી હતી.

રાજકોટ મહાનગરપાલિકાનાં આવાસ યોજના (ટેકનીકલ) વિભાગ દ્વારા હાલમાં જ રાજકોટ મહાનગરપાલિકાની હદ માં બે નવા વિસ્તારો – કોઠારિયા અને વાવડી નો સમાવેશ કરવામાં આવેલ છે. કોઠારિયા ગામમાં હાલ 11 પ્રાથમિક શાળાઓ આવેલ છે. સ્થાનિકે લોકો અને વાલીઓ તરફથી આવેલ માંગણી અનુસાર વિસ્તારમાં હાઈસ્કુલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને દુર સુધી અભ્યાસ માટે જવું પડે નહી.

Subscribe Saurashtra Kranti here

વિસ્તારમાં વોર્ડ નં 18 માં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં કોઠારિયા સ્ટેશન પ્રાથમિક શાળા આવેલ છે. જેનું નિર્માણ આશરે સને 1975 માં કરવામાં આવેલ. હાલ આ શાળામાં 38 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમને બાજુમાં જ આવેલ અન્ય શાળામાં સમાવેશ કરવાનો થશે. આ શાળાની જગ્યાએ રૂ. 3.49 કરોડના ખર્ચે હાઈસ્કુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે દુર જવાની જરૂર રહેશે નહી. હાઇસ્કુલમાં ગ્રાઉન્ડ ફ્લોર + ફર્સ્ટ ફ્લોર મળી અંદાજે 2035 ચો.મી. પ્લોટ એરિયામાં 1858 ચો.મી. નું બાંધકામ કરવામાં આવશે.

Read About Weather here

ક્લાસરૂમ, હોલ કમ ઓડીટોરીયમ, એક સ્પોર્ટ્સ રૂમ, એક કલેરીકલ રૂમ, પ્રિન્સીપાલ ઓફીસ, સ્ટાફ રૂમ, ગર્લ્સ અને બોયઝ ટોઇલેટ, સ્ટેજ તથા એક આકર્ષક એન્ટ્રી ગેઇટ તથા સિક્યુરિટી કેબીન પ્રથમ માળે 3 ક્લાસરૂમ, એક કોમ્પ્યુટર લેબ, એક લાઈબ્રેરી, મલ્ટીમીડિયા રૂમ, ફીઝીક્સ લેબોરેટરી, કેમેસ્ટ્રી લેબોરેટરી, ગેલેરી, ગર્લ્સ અને બોયઝ ટોઇલેટની સુવિધા આપવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here