તાજેતરમાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલા કેટલાક કાર્યકરો નારાજ થઈને આપ છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરવા તૈયાર થયાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં રાજકીય નવાજૂની થઇ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
કેટલાક રાજકીય રીતે જાણકાર સુત્રો પાસેથી મળતી વિગત મુજબ રાજકોટમાં તાજેતરમાં કાંગ્રેેસના ઘણાબધા કાર્યકરો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ધૂમધડાકા સાથે જોડાયા હતા. એટલે ‘આપ’ના સંગઠનને બહુ મોટી શક્તિ પ્રદાન થઇ હતી.
જો કે ફરી પાસું પલટાયું હોય એવું લાગે છે. આપ માં જોડાયેલા કેટલાક મૂળ કોંગ્રેસી કાર્યકરો કોઈ મુદ્દા પર ભારે નારાજ થઇ ગયા છે અને આપને છોડી દેવાના મિજાજમાં આવી ગયા છે. એવું જાણવા મળ્યું છે. તાજેતરમાં નારાજ કાર્યકરોનાં જુથે શહેર કોંગ્રેસનાં હોદ્દેદારો સાથે બેઠક પણ કરી લીધી હોવાનું કહેવાય છે. એટલે ટૂંક સમયમાં એ કાર્યકરો ઘર વાપસી કરે અને કોંગ્રેસમાં પાછા ફરી જાય તેવી શક્યતા જોરશોરથી રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહી છે.
Read About Weather here
‘આપ’ના નેતાઓ નારાજ કાર્યકરોને મનાવવાની કસરતમાં લાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ એમના પ્રયાસો સફળ થાય એવી શક્યતા હાલ નજરે ચડતી નથી.
આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને ફરી રાજકીય ફટકો પડે તેવી શક્યતા નિરીક્ષકો નકારી કાઢતા નથી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here