રાજસ્થાનના ઉદયપુરમાં યોજાઇ રહેલી કોંગ્રેસની ચિંતન શિબીર પહેલા એક પરીવાર એક ટીકીટનું પુનરાગમન થવાની શક્યતાઓ જોર પકડી રહી છે. ચિંતન શિબીરમાં આ મુદાઓ પર સઘન ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જો આ નિયમ લાગુ થાયતો કોંગ્રેસમાં ભડકો અને વિવાદની શક્યતા છે. આવતીકાલથી ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરીથી રાહુલ ગાંધી તરીકેનું શુકાન સોપવા પક્ષમાંથી માંગણી ઉઠી છે તે મુદા પર પણ મનોમંથન થશે. રાહુલ ગાંધીએ પણ ફરીથી પ્રમુદ પદ સંભાળવાની ખાતરી આપી છે. કોંગ્રેસના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ તરફથી અવાર નવાર થતા પરીવાર વાદી પક્ષના આક્ષેપોને નબળા પાડી દેવા માટે કોંગ્રેસના સંસદીય બોર્ડને પુન:જીવીત કરવાનું વિચારાયું છે. જેથી દરેક નિર્ણય સામુહીક રીતે લઇ શકાય.
Read About Weather here
આગામી 2024ની લોકસભા ચુંટણીઓમાં વિરોધ પક્ષોને એક મંચ પર લાવી ભાજપને જોરદાર લડત આપવા અને તિરસ્કારના રાજકરણનો સામનો કરવા કોંગ્રેસ ચિંતન શિબિરમાં તમામ વિપક્ષને હાંકલ કરશે.ચુંટણીઓની તૈયારીઓના ભાગરૂપે 50 વર્ષથી ઓછી વયના હોય તેવા યુવા નેતાઓને વધુ મોટા પ્રમાણમાં સંગઠનના તખ્તા બદલવાનું પણ વિચારાશે. ચુંટણી પ્રચાર અને તૈયારીઓ માટે પક્ષના મહામંત્રી કક્ષાના પદાધિકારીના વડપણ હેઠળ એક અલગ ચુંટણી પાંખ ઉભી કરાશે જે પક્ષના નેતા અને કાર્યકરોને તાલીમ આપવાના મંચ તરીકે પણ ઉપયોગમાં આવશે. આવી ધણીબધી દરખાસ્તો પર સોનીયા ગાંધીના અધ્યક્ષ સ્થાને ઉંડુ મનોમંથન કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here