ગુજરાત કોંગ્રેસનું ‘પ્રતિભા શોધ અભિયાન’ તા.23-24 એપ્રિલ, રાજયના પાચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે. 2500થી વધુ યુવાઓએ કોંગ્રેસ પક્ષના માધ્યમથી વકતા- પ્રવકતા-મીડીયાના લીસ્ટમાં ઈચ્છા વ્યક્ત કરી,પ્રતિભા શોધ અભિયાન અન્વયે જાયફસઞાૠીષફફિિં ના હેશટેગથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને અગ્રણીઓએ યુવાઓને ‘પ્રતિભા શોધ અભિયાન’માં પર મિસ્કોલ કરીને ભાગ લેવા આહવાન કર્યું હતું જેમાં સમગ્ર રાજયના 33 જીલ્લા અને 8 મહાનગરોમાંથી 2500 થી વધુ ઈચ્છુક યુવાઓએ ઓફલાઈન-ઓનલાઈન ફોર્મ ભરીને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત કોંગ્રેસનું ‘પ્રતિભા શોધ અભિયાન’ તા.23-24 એપ્રિલ, રાજયના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોય અને દેશના વિકાસમાં યોગદાન આપવા માંગતા હોય તે તમામને કોંગ્રેસ પક્ષ તક આપશે. યુવાઓની ક્ષમતાની કસોટી, વકતૃત્વ શક્તિ, લેખન શક્તિ કે નવા વિચારોને જુદા-જુદા તબક્કે ઈન્ટરવ્યુ, પ્રવચન અને સામુહિક ચર્ચા , વિષયના ઊંડાણની ચકાસણી તજતી મારફત ‘પ્રતિભા શોધ અભિયાન’ અન્વયે તા.23-24 એપ્રિલના રોજ રાજયના પાંચ વિભાગીય ક્ષેત્રમા ઈન્ટરવ્યુ યોજાશે.
Read About Weather here
આ કાર્યક્રમમાં ઈન્ટરવ્યુ લેનારા આગેવાનઓ મનીષભાઈ દોશી, નિદત્તભાઈ બારોટ, ધરમભાઈ કાંબલીયા, પાલભાઈ આબલીયા, ગાયત્રીબેન વાઘેલા, સારાબેન મકવાણા, પ્રતિભાબેન વ્યાસ, હિરેનભાઈ મહેતા, અનિરૂદ્ધસિંહ નકુમ વગેરે આગેવાનો ‘પ્રતિભા શોધ અભિયાન’માંથી વક્તાઓ અને પ્રવકતાઓની પસંદગી માટે અભિપ્રાય આપશે. વધુ માહિતી માટે ડો.મનીષ દોશી, મુખ્ય પ્રવકતા, જી.પી.સી.સી., મો. 94260 01599, મનહરભાઈ પટેલ, પ્રવકતા, જી.પી.સી.સી., મો.9998169596, હેમાગભાઈ રાવલ, મીડિયા કો-ઓર્ડીનેટર, જી.પી.સી.સી., મો.98982 33038 ઉપર સંપર્ક કરી શકાશે. આ કાર્યક્રમના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ઈન્ચાર્જ ડો. હેમાંગભાઈ વસાવડા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા પ્રદિપભાઈ ત્રિવેદી-પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન નીચે કાર્યકરો અને આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here