આ વખતે કરનનો શો ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે. સિઝનના પહેલાં ગેસ્ટ રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ છે. કરન જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરન’ની સાતમી સિઝનનો પહેલો એપિસોડ સાત જુલાઈના રોજ સાંજે સાત વાગે સ્ટ્રીમ થશે. ઉલ્લેખનીય છે કે કરનની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં બંને લીડ રોલ પ્લે કરી રહ્યા છે. કરનના શોમાં આલિયા ભટ્ટ સુહાગરાત અંગે પણ વાત કરે છે.કરને સો.મીડિયામાં એપિસોડનું ટીઝર શૅર કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here
વીડિયોમાં કરન સૌ પહેલાં રણવીર સિંહ તથા આલિયા ભટ્ટને ઇન્ટ્રોડ્યૂસ કરે છે. કરન કહે છે કે બંને ન્યૂલી મેરિડ છે, પરંતુ બંનએ એકબીજા સાથે લગ્ન કર્યા નથી. કરન બંનેને પર્સનલ સવાલો કરે છે.કરન લગ્ન અંગે સવાલ કરે છે કે લગ્ન અંગેની સૌથી મોટી ગેરસમજણ કઈ છે? આલિયા તરત જ જવાબ આપે છે કે સુહાગરાત. આલિયા કહે છે કે એવું કંઈ જ હોતું નથી. તમે ઘણાં જ થાકી ગયા હોવ છો.
Read About Weather here
આલિયાનો જવાબ સાંભળીને કરન અને રણવીર પેટ પકડીને હસી પડે છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ લગ્નના બે મહિના બાદ જ પ્રેગ્નન્ટ છે. શોમાં આ વખતે અક્ષય કુમાર, અનિલ કપૂર, વરુણ ધવન, જાહન્વી કપૂર, સારા અલી ખાન, વિજય દેવરાકોંડા, સામાંથા રૂથ પ્રભુ, શાહિદ કપૂર, કિઆરા અડવાણી, ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સ જોવા મળશે.આલિયા હાલમાં લંડનમાં હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ કરે છે.રેપિડ ફાયર ઉપરાંત આ વખતે શોમાં ‘કૉફી બિંગો’ તથા ‘મેશ્ડ અપ’ એમ બે નવા સેગમેન્ટ ઉમેરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here