કેશોદ મુકામે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આધાર મહિલા મંડળથના નામથી મહિલા આત્મનિર્ભર બને તે હેતુથી રચના કરવામાં આવી છે.
Subscribe Saurashtra Kranti here
કોરોનાની પરિસ્થિતિ પછી જે સામાન્ય લોકોની રોજી રોટી ઉપર જે અસર થઈ છે ત્યારે આવી સંસ્થા કાર્યરત થતાં મહિલાઓ દ્વારા કૌટુંબીક ભાવનાથી એક છત નીચે પોતાની આવડત અને પ્રતિભાનો ઉપયોગ કરી
સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવા તરફનો સાચો અને નવતર પ્રયાસછે. કે. ટી. દેવાણીના જણાવ્યું કે, હાલ સાત પરિવારની બહેનો દ્વારા કોઈ પણ જાતની ફી લીધા વિના દરેક જ્ઞાતિની બહેનો દ્વારા આ મંડળની રચના કરવામાં આવી છે
સંસ્થા દ્વારા થયેલ પ્રવૃત્તિઓ માંથી થયેલ આવકને સમાન ભાગે વહેંચવાની આદર્શ પધ્ધતિ અપનાવવામાં આવશે.
આ સંસ્થા દ્વારા આગમી શ્રાવણ માસમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને શુદ્ધ ગુલાબ સિંગતેલ, ફોચ્યુન વેસણ તથા બ્રાન્ડેડ કાચા માલમાંથી ફરસાણ, મીઠાઈ બનાવી વેંચાણ કરવામાં આવશે.
આ ઉપરાંત ટીફીન સેવા પણ શરૂ કરવામાં આવશે તેમજ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી પેટીશ તથા ફરાળી વાનગીઓની હોમ ડીલીવરી કરવામાં આવશે.
Read About Weather here
સંસ્થાનું સંચાલન રાખીબેન કારીયા, સી. એ. રિદ્ધિ સોઢા તથા કિર્તીબેન દેવાણી દ્વારા કરવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here