કેપ્ટન હાર્દિકે બોલર્સને ધોઈ નાખ્યા…!

કેપ્ટન હાર્દિકે બોલર્સને ધોઈ નાખ્યા...!
કેપ્ટન હાર્દિકે બોલર્સને ધોઈ નાખ્યા...!
આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેક ટુ બેક વિકેટ પડ્યા પછી પણ એક એન્ડ સંભાળી રાખ્યો હતો. ગુજરાત ટાઈટન્સે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાન સામે 193 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો.  તેણે આ સિઝનની સતત બીજી ફિફ્ટી મારવાની સાથે અભિનવ તથા મિલર સાથે 50+ રનની પાર્ટનરશિપ પણ નોંધાવી હતી. આ દરમિયાન પંડ્યાના છગ્ગા-ચોગ્ગા જોઈને તેની પત્ની નતાશાએ હાર્દિકને ખાસ ચિયર કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને ટીમે 53 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે કેપ્ટન હાર્દિક પંડ્યા અને અભિનવ મનોહરે ચોથી વિકેટ માટે 55 બોલમાં 86 રનની ઈનિંગ રમી હતી. ત્યાર પછી અભિનવ 28 બોલમાં 43 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે પંડ્યા અને મિલરે પાંચમી વિકેટ માટે 25 બોલમાં 53* રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાવી મેચ રોમાંચક બનાવી દીધી હતી. પહેલી 4 મેચમાં કંઇ ખાસ પ્રદર્શન ના કરી શકનારા ડેવિડ મિલરે આ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 14 બોલમાં અણનમ 32 રન કર્યા હતા.

કેપ્ટન હાર્દિકે બોલર્સને ધોઈ નાખ્યા...! કેપ્ટન

ઇનિંગ્સની 19મી ઓવરમાં મિલરે કુલદીપ સેન સામે 20 રન ફટકાર્યા હતા. આની સાથે જ કેપ્ટન હાર્દિક અને મિલર વચ્ચે 25 બોલમાં 53* રનની પાર્ટનરશિપ થઈ હતી. હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમીને 33 બોલમાં તેની IPL કરિયરની છઠ્ઠી ફિફ્ટી ફટકારી હતી. બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી હાર્દિક પંડ્યાએ ફિલ્ડિંગ પણ સારી કરી હતી. 8મી ઓવરના ત્રીજા બોલ પર RRનો કેપ્ટન સંજુ સેમસન ક્વિક સિંગલ લેવા ગયો હતો.

Read About Weather here

આનો ફાયદો ઉઠાવી હાર્દિકે તાત્કાલિક ડાયરેક્ટ થ્રો કરીને સેમસનને રનઆઉટ કરી દીધો હતો. સંજુ સેમસન 11 બોલમાં 11 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 37 રનથી રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે. જ્યારે ગુજરાત તરફથી યશ દયાળ અને લોકી ફર્ગ્યુસને 3-3 વિકેટ લીધી હતી. RR સામે મેચ જીતવા માટે 193 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 9 વિકેટના નુકસાને 155 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન RRના જોસ બટલરે 54 રન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here