ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ગાયત્રીબા નો આક્ષેપ
રાજ્યની ૯ હજાર સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ: ગાયત્રીબા વાઘેલા
3 લાખ એન.એફ.એસ.એ કાર્ડ ધારકોનાં ૫૦ કરોડથી વધારે ઘઉં-ચોખાનાં કૌભાંડનું શું થયું?: કોંગ્રેસ
રાજ્યમાં 3 લાખ એન.એફ.એસ.એ કાર્ડ ધારકોનાં રૂ. ૫૦ કરોડથી વધારેનાં ઘઉં-ચોખાનું કૌભાંડ, કેન્દ્ર સરકારે ફાળવેલા ૫ લાખ મેટ્રીકટન ઘઉંનો જથ્થો અને ૨.૫૦ લાખ મેટ્રીકટન ચોખાનો જથ્થો રૂપાણી સરકારે ઉપસ કર્યો નથી અને રાજ્યની ૯ હજાર સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યો છે.
Subscribe Saurashtra Kranti here
તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસ એક સમક્ષ વિપક્ષ તરીકે રાજ્યની જનતા સમક્ષ સરકારનો સચો ચહેરો અને સરકારી યોજનાઓની વાસ્તવિકતા રજૂ કરે છે ને રાજ્યની ભા.જ.પ ની સરકારની નિષ્ફળતાની પાંચ વર્ષની ઉજવણીનું સત્ય જનતા સમક્ષ લાવી રહી છે. અન્ય ઉત્સવનાં નામે સરકાર ઉજવણી કરી રહી છે. ત્યારે એક સમક્ષ વિપક્ષ તરીકે સરકારને સવાલો છે કે રાજ્યમ 3 લાખ એન.એફ.એસ.એ કાર્ડ ધારકોનાં રૂપિયા ૫૦ કરોડથી વધારેનાં ઘઉં-ચોખાનાં કૌભાંડનું શું થયું?
સમગ્ર રાજ્યમ 3 લાખ એન.એફ.એસ.એ કાર્ડ ધારકો દ્વારા ત્રણ મહિનાથી સડેલું અનાજ નહીં સ્વીકારીને જોરદાર વિરોધ થઈ રહ્યો છે. તેનું શું? રાજ્ય સરકાર દ્વારા હંમેશા મુજબ મફત અનાજ વિતરણનાં ખોટા આંકડાઓ જાહેર કરવામાં આવે છે. રૂપાણી સરકાર દ્વારા ખેરાતી અદામાં ૭૧ લાખ પરિવારોન 3.૪૧ કરોડ લોકોનું ઝળહળતું અપમાન તેનો કોઈ જવાબ છે? ગરીબોની સંખ્યા ૧ કરોડ ૮૮ લાખથી વધુ ૩૧ લાખથી વધુ પરિવારો ગરીબ?
કેન્દ્ર સરકારે ફાળવેલ ૧ વર્ષનાં ૫ લાખ મેટ્રીકટન ઘઉંનો જથ્થો અને ૨.૫૦ લાખ મેટ્રીકટન ચોખાનો જથ્થો રાજ્યની રૂપાણી સરકારે ઉપાડ જ કર્યો નથી. તેનો જવાબ છે સરકાર પાસે?સમગ્ર રાજ્યમાં નવ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિઓ સામે આવી તેની તપાસનું શું થયું? કેન્દ્રની મોદી સરકારે રૂપાણી સરકારને દર વર્ષે ૯૦ હજાર લીટર કેરોસીનની ઓછી ફાળવણી કરે છે તેનું શું?
Read About Weather here
નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉનોમાં સીસીટીવી લગાવવામાં સરકાર કેમ સદંતર નિષ્ફળ નિવડી છે?આ ઉપરાંત બી.પી.એલ લાભાર્થીને દર મહિનાની ૧ થી ૧૦ તારીખમાં સરકારની સુચના મુજબ માલવ પાત્ર ઘઉં-ચોખા અને ખાંડનો જથ્થો મહિનાની આખર સુધી એટલે કે ૨૨-૨૩ તારીખ સુધી વિતરણ કરાતો નથી. સતત ધાંધીયા જોવા મળે છે.
દુકાનદારોને મળતા કમિશન બાબતને લઇ વિવિધ પ્રશ્નોએ સરકારને અનેક વખત રજુઆતો કરેલ હોવા છતાં આટલી મોટી વિતરણ વ્યવસ્થા સંભાળતા દુકાનદારો પ્રત્યે પણ સરકાર ધ્યાન આપતી નથી. જેના કારણે પણ વિતરણ વ્યવસ્થાઓ ખોરંભે પડે છે. તેમ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here