ફ્લાઈટ દિલ્હીથી ટેકઓફ થયા બાદ પેસેન્જરને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો. વ્યવસાયે સર્જન ડૉ. કરાડે પેશન્ટને ફ્લાઈટની ઈમરજન્સી કિટમાંથી ઈન્જેક્શન માર્યું અને ગ્લૂકોઝ પણ ચઢાવ્યું.
Visit Saurashtra Kranti Homepage here
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે સોમવારની રાતે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં એક કો-પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો છે. કરાડે જણાવ્યું કે દર્દી પરસેવાથી રેબઝેબ હતો અને તેનું બીપી લો થઈ ગયું હતું.
તેઓએ તેના કપડાં દૂર કર્યા અને છાતીમાં માલીશ કર્યું. લગભગ 30 મિનિટ પછી પેસેન્જરની હાલત સુધરી હતી. તેઓએ પેશન્ટને દરેક મિનિટે પગ ઉપર ઉઠાવવા અને પોતાની સ્થિતિ બદલવાની સલાહી આપી. જાણકારી મુજબ પેશન્ટ 40 વર્ષનો હતો જેને ફ્લાઈટ લેન્ડ થયા બાદ તાત્કાલિક ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવાયો.
સોશિયલ મીડિયામાં પણ ડૉ. કરાડના કામની જોરદાર પ્રશંસા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીની મદદની પ્રશંસા કરતા ઈન્ડિગો એરલાઇન્સે ટ્વીટ કરી લખ્યું કે
Read About Weather here
પોતાના કર્તવ્યો પર અટક્યા વગર કામ કરવાને લઈને અમે મંત્રીજીની પ્રશંસા કરીએ છીએ. એક સાથી યાત્રીની મદદ કરવા માટે ડૉ. ભાગવત કરાડનો સહયોગ પ્રેરણાદાયક છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here