કેન્દ્રીય અંદાજપત્ર એકદમ નિરાશાજનક, અચ્છે દિન વધુ દુર ગયા: વિપક્ષની ટકોર

કેન્દ્રીય અંદાજપત્ર એકદમ નિરાશાજનક, અચ્છે દિન વધુ દુર ગયા: વિપક્ષની ટકોર
કેન્દ્રીય અંદાજપત્ર એકદમ નિરાશાજનક, અચ્છે દિન વધુ દુર ગયા: વિપક્ષની ટકોર

મહિલાઓ, કિસાનો, મધ્યમ વર્ગ માટે બજેટમાં કશું નથી: સરકાર પર રાહુલ ગાંધીના પ્રહારો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કરેલા નવા વર્ષના બજેટને વિરોધ પક્ષોએ એકી અવાજે વખોડી કાઢયો છે અને સરકાર પર પ્રહારો કરતા એવી પ્રતિક્રિયા આપી છે કે, સરકારના નવા બજેટમાં મધ્યમ વર્ગ, યુવાનો, કિસાનો અને મહિલાઓ માટે કશુ જ નથી. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતું કે, 25 વર્ષના વિકાસનું વિઝન આ બજેટ હોવાનું નાણામંત્રીએ જણાવ્યું પણ હકીકતે આ ઝીરો બજેટ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પગારદાર વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબો અને છેવાડાના લોકો, યુવાનો, ખેડૂતો અને લઘુઉદ્યોગ માટે આ ઝીરો બજેટ છે. કોંગ્રેસના અન્ય નેતા મનીષ તિવારીએ બજેટને અવાસ્તવીક, અમલ ન કરી શકાય તેવું સુલખ અને કલ્પના વિહીન બજેટ ગણાવ્યું હતું. જયારે સિનિયર કોંગ્રેસી નેતા શશી થરૂરે ટકોર કરી હતી કે, ખુબ જ નિરાશા જનક અંદાજ પત્ર છે. મધ્યમ વર્ગ માટે કોઇ જ રાહત નથી અને અચ્છે દિન વધુ દુર ચાલ્યા ગયા છે.

કોંગ્રેસના પ્રવકતા રણદિપ સુરજેવાલાએ પ્રત્યાધાત આપ્યો હતો કે, કોરોના મહામારી સમયે કાંઇ રાહત મળવાની દેશના નોકરીયાત વર્ગ અને મધ્યમ વર્ગને આશા હતી. પરંતુ વડાપ્રધાન અને નાણામંત્રીએ ફરી એક વખત નિરાશ કર્યા છે. દેશનાં પગારદાર વર્ગ અને મધ્યમવર્ગને છેહ દિધો છે.

શિવસેનાના પ્રિયંકા ચતુરવેદીએ બજેટની પર્યાવરણ ઉર્જા જેવી યોજનાઓને આવકાર આપ્યો હતો. જયારે તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયને સરકાર પર ભારે પ્રહાર કર્યા હતા અને ટકોર કરી હતી કે, આ સરકારના શ્રેષ્ઠ મીત્ર હિરા અને રત્નો જ છે.

Read About Weather here

જયારે બાકીના એટલે કે કિસાનો, રોજનદાર લોકો, દેકારો, મધ્યમ વર્ગ અને કિસાનોની વડાપ્રધાનને કાંઇ પડી નથી. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે મોદી સરકારનું બજેટ વિનાસકાીર માર્ગ તરફ લઇ જતું હોવાનું જણાવ્યું હતું.તેમણે નદીઓ જોડવાના પ્રોજેકટને પર્યાવરણ માટે ધાતક ગણાવ્યો હતો.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here