શહેરના નિર્મલા રોડ પર કુરિયર આવ્યાનું કહી ત્રણ શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી પકડી લીધો હતો અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સગીરે બૂમાબૂમ કરતાં ત્રણેય શખ્સો સગીરને મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. આ મુદ્દે હાલ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે સાડા નવેક વાગ્યા આસપાસ પોતાના ઘરે રહેલા રોહિત જીજ્ઞેશ ખંધેડીયા (ઉ.વ.16, રહે, ‘આયુશી’ મકાન, નાગરિક બેંક સહકારી સોસાયટી, શેરી નં. 1, નિર્મલા રોડ)ને કોઇ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો કે, તમારું પાર્સલ આવ્યું છે. ઘરબહાર રોડ પર આવી લઇ જાવ, રોહિત પાર્સલ લેવા જતા ઇકો કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેને ઉઠાવી લેવા પ્રયાસ કરેલો જો કે, રોહિતે દેકારો કરી મુકતા આરોપી રોહિતને ધક્કો મારી ફરાર થતા રોહિતને સામાન્ય ઇજા પહોંચતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
બાદમાં ગાંધીગ્રામ પોલીસના પી.આઇ. જી.એમ. હડીયા, ક્રાઈમ બ્રાંચની ટીમ સહિતના દોડી ગયા હતા. અને રોહિતની ફરિયાદ દાખલ કરી હતી. ડો. જીજ્ઞેશ સી. ખંધેડીયાના પુત્ર રોહિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતા અને માતા હેમાબેન બન્ને બીએએમએસ ડોક્ટર છે અને બે ભાઈ અને એક બહેન છીએ. મારા બહેન આયુશી (ઉ.વ.19) અમદાવાદ મેડીકલનો અભ્યાસ કરે છે. બહેનથી નાનો હું છું. અમારા પરિવારમાં મારા દાદી ચંદનબેન (ઉ.83) છે. પરિવાર સાથે અમે રાજકોટ નાગરિક બેંક સહકારી હાઉસીંગ સોસાયટીમાં રહીએ છીએ. મારા મમ્મી પપ્પા રાત્રીના 9 વાગ્યા સુધી ક્લીનીકે હોય છે.
ગઇકાલે રાત્રે 9.17 વાગ્યે હું અને મારા દાદી ઘરે હતા ત્યારે મારા મોબાઈલ નંબર ઉપર કોલ આવ્યો હતો. અને મને કહેલ કે બ્લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ આવેલ છે. જેથી નીચે આવીને લઇ જાવ તેમ કહેતા હું મારા ઉપરના માળેથી નીચે આવી મારા ઘરની ડેલી ખોલી બહાર આવતા નીચે વ્હાઇટ કલરની ઇકો કાર હતી અને કારની બાજુમાં ફૂટપાથ ઉપર એક વ્યક્તિ ઉભેલ હતો તેને મેં જણાવેલ કે પાર્સલના કેટલા પૈસા આપવાના છે તેમ કહેતા કારમાંથી અન્ય એક વ્યક્તિ નીચે ઉતરેલ અને મારી પાસે આવેલ અને આ બન્ને જણાએ મને ખેંચી તે લોકો જે ઇકો કાર લાવેલ હતા.
તેમાં મને નાખવાની કોશિષ કરતા હતા તે દરમ્યાન આ ઇકો કારમાંથી ત્રીજો વ્યક્તિ નીચે ઉતરી મારી પાસે આવેલ અને આ ત્રણેય સાથે મળી મને ઇકો કારમાં નાખવાની કોશિષ કરતાં મેં આ લોકોનો સામનો કરતા અમારી વચ્ચે ઝપાઝપી થતા હું પડી ગયેલ હતો અને મારા ડાબા પગમાં ઘુંટી પાસે મને મુંઢ ઇજા થયેલ છે અને મેં રાડોરાડ કરતા આ ત્રણેય જણા ઇકો કારમાં બેસી નિર્મલા રોડ તરફ ભાગી ગયેલ અને આ કારમાં કોઇ રજીસ્ટર નંબર ન હતા. ત્યારબાદ હું ઘરમાં જતો રહેલ અને ઘરમાં જઇ પાણી પીધેલ અને ત્યારબાદ મેં મારા પપ્પા જીજ્ઞેશભાઈને તેમજ મારા મમ્મીને પણ ફોન કરેલ પરંતુ તે ફોનમાં મારી સાથે જે બનાવ બનેલ તે બાબતની વાત મેં બન્નેમાંથી કોઇને પણ વાત કરેલ ન હતી અને મારા મમ્મી પપ્પા ઘરે આવતા મેં ઉપરોક્ત જે મારી સાથે બનાવ બનેલ તેની વાત કરેલ અને માારા પપ્પાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોનથી જાણ કરેલ હતી.
Read About Weather here
ગાંધીગ્રામ પોલીસના પીએસઆઈ કિશ્ર્ચને ફરિયાદ નોંધી હતી. બનાવના પગલે એસઓજી, ક્રાઈમ બ્રાંચ સહિતની બ્રાંચો અને પોલીસ ટીમો આરોપીઓને પકડવા તપાસમાં લાગી હતી. રાત્રે જ જુદા જુદા સીસીટીવી ચેક કરાયા હતા. પણ કોઇ વિગતો હાથ ન લાગી હોવાનું જાણવા મળે છે.અપહરણનો પ્રયાસ થયો તે રોહિતના પિતા ડો. જીજ્ઞેશ ખંધેડીયાને રુખડીયા કોોલની ઓમ ક્લીનીક છે જ્યારે તેમના માતા ડો.હેમાબેન પણ ગાયકવાડી શેરી નં. 5/9ના ખૂણે ક્લીનીક ચલાવી તબીબ તરીકે પ્રેકટીસ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here