કુદરત સાથ ભાજપનો કોપ, અન્નદાતા હવે દેખાડશે તેનો પ્રકોપ

કુદરત સાથ ભાજપનો કોપ, અન્નદાતા હવે દેખાડશે તેનો પ્રકોપ
કુદરત સાથ ભાજપનો કોપ, અન્નદાતા હવે દેખાડશે તેનો પ્રકોપ

બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરાયા
ભાજપ સરકારની નિષ્ફળતાનો પર્દાફાશ કરવા કોંગ્રેસની રેલી- દેખાવો: અટકાયત

ગુજરાતની ભાજપ સરકાર આજે કિસાન સન્માન દિવસ ઉજવીને ગુજરાતના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરી રહી છે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા

ખેડૂત-ખેતી-બચાવો અભિયાન કાર્યક્રમ દ્વારા સરકારની નિષ્ફળતાનો બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજીની ઉપસ્થિત માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

તેમાં ગુજરાત સરકારની નિષ્ફળતાના કારણે આજે ગુજરાતના ખેડૂતો પર 90 હજાર કરોડ કરતા પણ વધારે દેવું થઈ ચુક્યું છે. આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે.

એક બાજુ ખાતરના મળે, બિયારણના મળે, સિંચાય, વીજળી તમામ મોંઘુ હોય તેવા સંજોગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવના મળે, પાક વીમાથી રક્ષણના મળે, ખેડૂત અને ખેતી ખતમ કરવા માટેનું ષડયંત્ર હોય

તે રીતે જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કોભાંડ કરવામાં આવ્યા વિગરે મુદ્ાઓ સાથે ગુજરાત સરકારની નિષ્ફળતા સામે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે

ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજી ઉપસ્થિત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ભીખાભાઇ વાળોતરીયા, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી,

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જિલ્લા પ્રમુખ હિતેષભાઇ વોરા,રાજકોટ મનપા વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી,જસવંતસિંહ ભટ્ટી,પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા,

ભરતભાઈ મકવાણા, અર્જુનભાઈ ખાટરિયા, સુરેશભાઈ બથવાર, જસદણ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, અવસરભાઈ નાકીયા, દિનેશભાઇ મકવાણા, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા,

દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા, અશોક સિંહ વાઘેલા, દિલીપભાઈ આશવાણી, અલ્પેશભાઈ ટોપીયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગીરીશભાઈ ઘરસંડિયા, રામભાઈ જિલરિયા, વિમલ મૂંગરા, ઠાકરસીભાઈ ગજેરા,

હારદીપ પરમાર, નારણભાઈ હિરપરા, જીતેન્દ્રભાઈ રૈયાણી, મુકેશભાઈ પરમાર, સુરેશભાઈ ગરૈયા, પ્રભાતભાઈ ડાંગર, હિરલબેન રાઠોડ, રવિભાઈ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ઝાપડિયા, ભરતભાઈ બાલોન્દ્રા,

જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શૈલેષભાઈ કપૂરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ ખુંટ, સેજુલભાઈ ભૂત, રણજિતભાઈ ગોહિલ, નરેશભાઈ સાગઠીયા, મયુરસિંહ જાડેજા, જગદીશભાઈ સાગઠીયા, હેમંત સોઢા,

રણજિત મુંધવા, ભાવેશ પટેલ, રાજભા જાડેજા સહીતનાઓની અટક કરી કુવાડવા રોડ પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા.