કુંવરજીભાઈ ચૂંટણી લડશે કે પછી…

કુંવરજીભાઈ ચૂંટણી લડશે કે પછી…
કુંવરજીભાઈ ચૂંટણી લડશે કે પછી…

ભાજપ કોળી સમાજને ઓછી ટિકિટ ફાળવશે તો
રાજકોટમાં કોળી સમાજનાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓની બેઠક મળી: જિલ્લા અને તાલુકાઓમાં બેઠક યોજાશે

વર્ષ-2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ભાજપ-કોંગ્રેસ આપ સહિતનાં રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી છે. ગુજરાત વિધાનસભાની 57 બેઠક ઉપર પ્રભાવી ગણાતા કોળી સમાજનાં આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકો શરૂ કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

જસદણનાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, આ બિન રાજકીય બેઠક છે અને તેમાં અમારા સમાજની ચર્ચાઓ કરી છે. અમારા સમાજને એક કરવા પ્રયાસો છે.

સમાજને સંગઠિત કરવો જરૂરી છે. આ માટે દરેક જિલ્લામાં તાલુકા સ્તરે બેઠકો યોજવામાં આવે તે જરૂરી છે. સમાજ સંગઠિત હશે તો બાકીનાં પ્રશ્ર્નોનો નીવડો લાવી શકાશે.
ભાજપનાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કહ્યું હતું કે, કોળી સમાજને ટિકિટમાં અન્યાય થાય તો તેને સાંખી લેવામાં નહીં આવે.

વધુમાં કહ્યું હતું કે, અન્ય સમાજનું એક નિવેદન આવે કે ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ ચા-પાણી પીવા દોડતા થઇ જાય છે અને આપણી નોંધ લેવાતી નથી. આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા સ્તરે બેઠકો યોજવામાં આવશે.

આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસનાં કોળી સમાજનાં ધારાસભ્યો, સાંસદો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ડી.પી.મકવાણા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ સોરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં કોળી સમાજનાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓની બેઠક મળી હતી. કુંવરજીભાઈએ કહ્યું હતું કે, આ બિન રાજકીય બેઠક છે અને તેમાં અમારા કોળી સમાજની ચર્ચાઓ કરી છે. ભાજપ-કોંગ્રેસમાંથી કોળી સમાજને વધુને વધુ ટિકિટ મળે તેમ સમાજનાં આગેવાનો ઈચ્છી રહ્યા છે.

કોળી સમાજની ચિંતા કરતા કુંવરજીભાઈને ભાજપ ટિકિટ આપે અને ધાર્યા પ્રમાણે કોળી સમાજને ઓછી ટિકિટ ફાળવાય તો કુંવરજીભાઈ ચૂંટણી લડશે કે પછી સમાજને સાથે રાખી ઉગ્ર રજૂઆત કરશે? તેમ ચર્ચાઓ થઇ રહી છે.

Read About Weather here

સમાજનાં આગેવાનો એવું પણ ઈચ્છી રહ્યા છે કે, રાજકીય પક્ષોમાંથી કોળી સમાજને વધુને વધુ ટિકિટ મળે તે માટે સમાજે સંગઠિત થવું જોઈએ.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here