કિંમતી પ્લોટનાં બોગસ કાગળો બનાવી વેચી દેવાના કૌભાંડમાં વધુ 3 ની ધરપકડ

કિંમતી પ્લોટનાં બોગસ કાગળો બનાવી વેચી દેવાના કૌભાંડમાં વધુ 3 ની ધરપકડ
કિંમતી પ્લોટનાં બોગસ કાગળો બનાવી વેચી દેવાના કૌભાંડમાં વધુ 3 ની ધરપકડ

અવસાન પામેલા પ્લોટધાર પટેલ વૃધ્ધનું ખોટું નામ ધારણ કરનાર સાક્ષી તરીકે સહિત કરનાર અને બોગસ આધાર બનાવનાર ત્રણેયની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી

શહેરનાં મોટા મવા ગામમાં આવેલ પટેલ વૃધ્ધનો કરોડોની કિંમતનો પ્લોટ પચાવી પાડવા જમીન કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસે એન્ટી લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી 3 શખ્સોની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં પ્લોટ ધારક પટેલ વૃધ્ધનું ખોટું નામ ધારણ કરનાર ઓળખાણ આપનાર સાક્ષી તરીકે સહિ કરનાર અને બોગસ આધારકાર્ડ બનાવનાર 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ પોલીસમાં રાજકોટમાં રહેતા કાંતીભાઈ ભુરાભાઈ બાણગોરીયાએ પોલીસમાં એન્ટી લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક શખ્સોએ તેના મૃતક પિતાનાં નામનો મોટા મવા ગામમાં આવેલો કિંમતી પ્લોટ પચાવી પાડવા કૌભાંડ આચરી દસ્તાવેજ બનાવી રજીસ્ટર કરાવ્યો હોવાની ફરિયાદનાં આધારે તાલુકા પોલીસે અગાઉ મિલન ખોડા મકવાણા, દોલુભા દેવાભા સુમાણીયા અને વકીલ હરસુખ મગન ચૌહાણની ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ કરી હતી.

Read About Weather here

તે દરમ્યાન નાનાલાલ દેવડા (રહે. રામનાથપરા) ની ધરપકડ કરી હતી. ઉપરોક્ત આરોપીએ મૃતક પટેલ વૃધ્ધનું ભૂરા  ભારણજી પટેલ નામ ખોટું ધારણ કર્યું હતું તથા મહેશ ચના ડોબરીયાએ બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા અને ભુપેન્દ્ર ગણેશ નાથાણી નામના સમયે સાક્ષી તરીકે ખોટી સહી કરી હોવાથી પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરૈયાધાર સ્લમ ક્વાર્ટરમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો
Next articleરાજકોટ બાર એસોસીએશનનાં પ્રમુખની લોકોને ચેતવણી