કાશ્મીર સરહદે સૌથી મોટી ઘુષણખોરીનો નાપાક પ્રયાસ

આગામી 6 મહિનામાં થઇ શકે છે મોટો ત્રાસવાદી હુમલો…!
આગામી 6 મહિનામાં થઇ શકે છે મોટો ત્રાસવાદી હુમલો…!

બે દિવસથી ઉરી સહિતનાં સેક્ટરમાં જવાનોનું સઘન પેટ્રોલિંગ: આજ દિવસ સુધીની સૌથી મોટી સરહદી સર્ચ કામગીરી

જમ્મુ અને કાશ્મીરી સરહદે ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવાના આજદિન સુધીનાં સૌથી મોટા ઘુસણખોરીનાં નાપાક પ્રયાસને પગલે સતત બે દિવસથી ભારતીય લશ્કરી દળોનું અસાધારણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરવાના સૌથી મોટા પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે બે દિવસથી ભારતીય જવાનો સરહદી વિસ્તારોમાં જોરદાર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઉતર કાશ્મીરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

લશ્કરનાં અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય સેના પર સૌથી મોટો હુમલો ઉરી વિસ્તારમાં જ થયો હતો. 18 સપ્ટેમ્બર 2016 નાં રોજ ઉરી સેક્ટરમાં થયેલા ત્રાસવાદી હુમલામાં 19 ભારતીય જવાનો શહિદ થયા હતા.

પાંચ વર્ષ બાદ એ જ દિવસે એટલે 18 મી સપ્ટેમ્બરે ઉરી સેક્ટરમાં ત્રાસવાદીઓ મોટા પાયે ઘુસી રહ્યાની બાતમી મળી હતી. આથી બે દિવસથી ઉરી અને આસપાસનાં વિસ્તારમાં લશ્કરી દળોએ ઘુસણખોરોને ઝડપી લેવા જોરદાર અને વ્યાપક કામગીરી કરી છે.

Read About Weather here

પહેલીવાર અહીં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરવી પડી છે. ચાલુ વર્ષે બીજી વખત ઘુસણખોરોનો મોટા પાયે પ્રયાસ થયો છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here