કાશ્મીર અને લદાખ ભારતના છે, રહેશે: પાક.ને જડબાતોડ જવાબ

કાશ્મીર અને લદાખ ભારતના છે, રહેશે: પાક.ને જડબાતોડ જવાબ
કાશ્મીર અને લદાખ ભારતના છે, રહેશે: પાક.ને જડબાતોડ જવાબ

યુનોમાં ભારતીય મહિલા સચિવે પાક વડાપ્રધાનને તતડાવી નાખ્યા: આગ લગાડનારાઓ પોતાની જાતને અગ્નિ સમન દળ તરીકે રજૂ કરી રહ્યા છે: પાકિસ્તાન આતંકવાદ ફેલાવી વિશ્ર્વમંચ પર ખોટું બોલે છે: ભારત
ઓઆઈસીને આંતરિક મામલાઓમાં દખલથી દૂર રહેવા ભારતની સલાહ

રાબેતા મુજબ પાકિસ્તાનની પૂછડી વાંકીને વાંકી જ રહી છે. વિશ્ર્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘની 76 મી મહાસભામાં પાકિસ્તાને ફરીવાર કાશ્મીરનો રાગ ગાવાનો શરૂ કરતા ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

યુનોની અંદર કાશ્મીરનો ઉલ્લેખ થયા બાદ યુનો મંચની બહાર ઇસ્લામી આરબ દેશોનાં સંગઠન ઓઆઈસી એ જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 ફરી લાગુ કરવા માંગણી કરી હતી. જેનો ભારતે સાનુકુળ જવાબ આપ્યો હતો.

કાશ્મીરનાં પ્રલાપ બદલ ઇમરાન ખાનનો ઘાટકણી કાઢતા યુનો ખાતેનાં ભારતીય પ્રથમ સચિવ સ્નેહા દુબેએ સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યાં આતંકવાદીઓને મોકળું મેદાન છે એ પાકિસ્તાન આગ લગાડનાર હોવા છતાં પોતાની જાતને અગ્નિ સમન દળ તરીકે રજૂ કરી રહ્યું છે.

પાકિસ્તાનની ગોદમાં જ ઉછરી રહેલા આતંકવાદથી સમગ્ર વિશ્ર્વને સહન કરવું પડ્યું છે. પાક મારા દેશની આંતરિક બાબતને યુનોનાં પવિત્ર મંચ પર લાવીને પાકિસ્તાને યુનોની પ્રતિભાને ખરડવાનો પ્રયત્ન કર્યો છે.

સ્નેહાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ છે અને રહેશે. લદાખ પણ ભારતનો હિસ્સો છે અને રહેશે.

કાશ્મીરમાં માનવ અધિકાર અને સલામતી દળો વિશે પ્રતિકુળ ટીપ્પણી કરીને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઇમરાનનું પ્રવચન પૂરું થયા બાદ ભારતે રાઈટ ટુ રીપ્લાઈનો ઉપયોગ કર્યો હતો.

યુનો ખાતેનાં ભારતીય મહિલા સચિવે મહાસભામાં જણાવ્યું હતું કે, સીમા પારથી ભારતમાં આતંકવાદ વધારવાનું કામ પાકિસ્તાન કરી રહ્યું છે. વિશ્ર્વમંચ પર પાકિસ્તાન જુઠાળા ફેલાવે છે.

ભારતે પાકિસ્તાનનાં તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા. મહિલા સચિવે એમના ઉદબોધનમાં કડક જવાબ આપી ઇમરાન ખાનની બોલતી બંધ કરી દીધી હતી.

બીજી તરફ ઓઆઈસી એ જમ્મુ કાશ્મીરનો ખાસ દરજ્જો પુન: સ્થાપિત કરવાની ભારતને સલાહ આપી હતી. ઓઆઈસીનાં વિદેશ મંત્રીઓની બેઠક બાદ એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું

કે, યુનોની સલામતી સંમિતિનાં ઠરાવોનો અમલ કરીને કાશ્મીર પ્રશ્ર્નોનો ઉકેલ મેળવ્યા વગર દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ સ્થાપી શકાય તેમ નથી. ભારતે રદ્દ કરેલી કલમ 370 ફરી લાગુ કરવા ઓઆઇસી એ ભારતને અનુરોધ કર્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક પધ્ધતિસર તથા માનવ અધિકારનાં બેફામ હનનને રોકવા પગલા લેવા પણ ભારતને સુફિયાણી સલાહ આપવામાં આવી હતી.

દરમિયાન ભારતે ઓઆઈસી ને જવાબ આપતા સ્પષ્ટ દર્શાવ્યું હતું કે આંતરિક બાબતોમાં આવી પ્રતિક્રિયા આપીને ઓઆઈસી એ સ્થાપિત હિતોને તેના મંચનો ઉપયોગ કરવા દેવો જોઈએ નહીં.

કાશ્મીર ભારતનો અવિભાજ્ય ભાગ છે. જેના વિશે ઓઆઇસીને બોલવાનો અધિકાર નથી. તેમ વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચી એ જણાવ્યું હતું.

Read About Weather here

આ રીતે ભારતે વિશ્ર્વમંચ પરથી વિશ્ર્વ સમાજને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, કલમ 370 રદ્દ કરવાનો મામલો ભારતની આંતરિક બાબત છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here