કાશ્મીરમાં પાંચ ત્રાસવાદી ઠાર

કાશ્મીરમાં પાંચ ત્રાસવાદી ઠાર
કાશ્મીરમાં પાંચ ત્રાસવાદી ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં બે જિલ્લાઓ પુલવામાં તથા બડગામના વિવિધ વિસ્તારોમાં શસ્ત્રદળોએ આતંકવાદી વિરોધી ઓપરેશનમાં તાજેતરના સમયની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને ત્રાસવાદી સંગઠન જૈસના કમાન્ડર ઝાહીદ વાણી સહિત પાંચ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કાશ્મીરના આઇજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, લશ્કરી દળો, પોલીસ અને ખાસ કમાન્ડો દ્વારા છુપાયેલા ત્રાસવાદીઓને પકડવા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પુલવામાંના નાયરા વિસ્તારમાં સામસામા ગોળી યુધ્ધમાં ચાર આતંકી ઠાર મરાયા હતા અને બડગામ પાસે લશ્કર જૂથનો એક આતંકી માર્યો ગયો હતો.

આઇજીપીએ જણાવ્યું હતું કે, ઝાહીદ વાણીનો ભાઇ જમ્મુના બેનપ્લાઝા હુમલામાં સંડોવાયેલો હતો અને અત્યારે જેલમાં છે. જૈસના મુખ્ય કમાન્ડર સમીર દારને ભારતીય દળોએ ઠાર માર્યા બાદ વાણીએ કમાન્ડ સંભાળી હતી.

આ વર્ષે એક મહિનામાં 11 જેટલા એન્કાઉન્ટર થયા છે જેમાં આઠ પાકિસ્તાની ત્રાસવાદી સહિત કુલ 21 ત્રાસવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા છે. તેમણે સલામતી દળોને અને ખાસ કરીને લશ્કરની 15મી કોર ટુકડીને અભિનંદન આપ્યા હતા.

Read About Weather here

મેજર જનરલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આઇઇડી હુમલા કરવાનો નિષ્ણાંત ગણાતો ઝાહીદ વાણી ઠાર થતા જેઇએમ સંગઠનનો ભય હવે ખતમ થઇ જવાની તૈયારી છે. કાશ્મીર ખીણના લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here