કાશ્મીરમાં ગંભીર પરિસ્થિતિ: ખીણમાંથી પંડિતોની મોટાપાયે હિજરત શરૂ

પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
ગઈકાલે કાશ્મીર ખીણમાં રાજસ્થાની બેંક મેનેજર અને બિહારી શ્રમિકની હત્યાની ઘટનાઓ બાદ સમગ્ર ખીણ વિસ્તારમાં ખૂબ જ વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ફરી એકવખત કાશ્મીર ખીણમાંથી મોટાપાયે પંડિતોની હિજરત શરૂ થઇ ગઈ છે. છેલ્લા 26 દિવસમાં 9 જેટલા બિનકાશ્મીરી અને પંડિતોની હત્યાની ઘટનાઓ બની છે. ખીણમાં કામ કરતા અને ફરી વસવા આવેલા પંડિતો તેમજ બહારનાં રાજ્યોનાં મજુરો તથા કર્મચારીઓનાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં ઉછાળો આવતા ખીણમાં ફરી 90 નાં દાયકા જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. આજે કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તાકીદની બેઠક બોલાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

કાશ્મીરમાં વધતા જતા ટાર્ગેટ કિલિંગ સહિતનાં સુરક્ષા મુદ્દાઓ પર અમિત શાહ ઉચ્ચ અધિકારીઓ સાથે વિચારમંથન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ખાસ હાજરી આપવાના છે.ગઈકાલે ખીણમાં એક દેહાતી બેંકનાં રાજસ્થાની મેનેજર અને ઈંટનાં ભઠ્ઠામાં કામ કરતા બિહારી શ્રમિકની ત્રાસવાદીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. કુલગામ અને બળગામ જિલ્લામાં આ ઘટના બની હતી. હુમલામાં અન્ય એક શ્રમિક ઘાયલ થયો હતો. સલામતીદળોએ આખો વિસ્તાર ઘેરી લઇ ત્રાસવાદીઓની શોધ પણ હાથ ધરી હતી. છેલ્લા 26 દિવસમાં ટાર્ગેટ હત્યાઓની 9 ઘટનાઓ બનતા પંડિતો અને બિનકાશ્મીરીઓમાં ભારે ભય પ્રસરી ગયો છે. એક કાશ્મીરી પંડિત કર્મચારી અને હિન્દુ શિક્ષિકાની હત્યા પણ આ ઘટનામાં સામેલ છે. બેંક મેનેજર વિજય કુમાર રાજસ્થાનનાં અનુમાનગઢ વિસ્તારનો વતની હતો.

એક ત્રાસવાદીએ બેંકમાં ઘુસી 27 વર્ષનાં વિજય કુમારની સાવ નજીકથી ગોળી મારી હત્યા કરી નાખી હતી.બડગામ જિલ્લામાં એક ગામમાં ઈંટનાં ભઠ્ઠામાં કામ કરતા 18 વર્ષનાં બિહારી યુવાન બિલકશ કુમારની આતંકવાદીઓએ હત્યા કરી નાખી હતી. બીજો એક મજુર ઘાયલ થયો હતો. આવી ઘટનાઓ અવિરત વધી રહી હોવાથી કાશ્મીરમાંથી પરિવાર 90 નાં દાયકાની જેમ પંડિતોએ સામુહિક હિજરત શરૂ કરી દીધી છે અને ખીણ છોડીને સુરક્ષિત સ્થળે પલાયન થઇ રહ્યા છે. જે હાથમાં આવે એ સામાન અને વાહનો લઈને કાશ્મીરી પંડિતોએ ખીણમાંથી હિજરત શરૂ કરી દીધી છે. કાશ્મીરી પંડિતોએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, 1990 કરતા પણ વધુ ભયંકર અને વિસ્ફોટક પરીસ્થિતિ સર્જાઈ છે. કાશ્મીર ખીણમાં રાજ્યને ખાસ દરજ્જો આપતી કલમ 370 પાછી ખેંચાયા બાદ આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગ શરૂ કરી પંડિતો અને બિનકાશ્મીરી હિન્દુઓમાં ભયનો માહોલ સર્જવાનું ષડ્યંત્ર રચી કાઢ્યું હતું. તેના પરિણામે પંડિતોની હિજરત શરૂ થઇ ગઈ છે.

Read About Weather here

પ્રધાનમંત્રી રાહત પેકેજ અંતર્ગત કાશ્મીરમાં કામ કરી રહેલા સરકારી કર્મચારીઓ ખીણમાંથી નાસીને જમ્મુ પહોંચી ગયા છે. આવા એક કર્મચારી અમિત કૌલે જણાવ્યું હતું કે, ખીણમાં પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે. 30 થી 40 પરિવારો તો મારી નજર સામે ખીણ છોડી ગયા છે. આજનું કાશ્મીર 1990 કરતા પણ વધુ ભયજનક અને ખતરનાક બની ગયું છે. અહીં સુરક્ષા કર્મચારીઓ પણ સલામત નથી ત્યારે નાગરિકો પોતાની રક્ષા કઈ રીતે કરે? શ્રીનગરમાં કાશ્મીરી પંડિતોનાં કેમ્પને તાળા મારવા પડ્યા છે. શ્રીનગરથી અનેક પરિવારો પલાયન થઇ રહ્યા છે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિનાં પ્રમુખ સંજય ટીકુએ જણાવ્યું હતું કે, ગુરૂવારે 65 કર્મચારીઓ એમના પરિવારો સાથે ખીણ છોડી ગયા હતા. અહીંથી હિજરત કરતા પરિવારોને બનીહાલ ટનલ સુધી સુરક્ષા પૂરી પાડવા તેમણે માંગણી કરી છે. નેશનલ કોન્ફરન્સ પક્ષનાં પ્રવકત્તા તનવીર સાદીકે કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતો ભયભીત બન્યા છે અને અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. કાશ્મીર એમનું ઘર છે પણ તેઓ સલામત નથી. ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાયો નથી. પંડિતોની હિજરત ઘણી કમનશીબ ઘટના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here